newsdog Facebook

આ ફળ વાવી દો પછી 30 વર્ષ સુધી તમને ફળ આપશે અને 1 કિલો આની કિંમત 300 રૂપિયા

Gujju Rocks 2019-01-12 22:48:25

હાલમાં જ એક ભણેલા ગણેલા એંજિનિયર ખેડૂત દીકરાએ તેના ખેતરમાં ડ્રેગન ફળની ખેતી કરીને તેણે તેણે આવનારા વર્ષોના વર્ષો સુધી તેનાથી થનારી આવકને બાંધી દીધી છે. આયુવાનનું આ પગલું બીજા ખેડૂતો માટે પણ પ્રેરણાદાયક સાબિત થશે.

મળેલ માહિતી અનુસાર સુરત પાસેના ધરમપુર પાસે આવેલ ઑજરપાડા ગામમાં સુરતના જ એક કેમિકલ એંજિનિયર થયેલા ખેડૂત પુત્રએ વિટામિન અને મિનરલ્સઅને પોષકતત્વોથી ભરપૂર એવા ડ્રેગન ફળની ખેતી તેના ખેતરમાં કરી છે. એ યુયાવનાનું કહેવું છે કે આ ફળની એકવાર જ રોપણી કરવી પડે છે અને પછી તેનું ખાલી ધ્યાન જ રાખવું પડે છે. અને દર વર્ષે એના પર ફળ અને ઉપજ મેળવી શકાય છે. આ ફળ કાંટા વાળું છે. અને આ ફળમાં સારી આવક પણ મળે છે.
આ ફળને આપણે ત્યાં પિતાયા તરીકે ઓળખાય છે અને વિદેશમાં તેણે ડ્રેગન ફ્રૂટના નામે ઓળખાય છે. આ ફળની ખેતી કરનાર ગુણવંતભાઈ મિલોમાં કેમિકલની સપલાઈ કરે છે. તે ખેતીમાં કઈક બધાથી અલગ કરી પૈસા કમાવવા માંગતા હતા. એટ્લે તેમણે અનેક પ્રકારના વાંચન થી જાણ્યું કે ઘણા બધા રોગની દવા બનાવવા માટે આ ફળનો ઉપયોગ થાય છે. એકવાર વાંચવા મળ્યું કે આ ફળને દવા બનાવવા માટે વિદેશથી મંગાવવામાં આવ્યા છે. એટ્લે વિચાર આવ્યો કે આ ફળની ખેતી કરીને ઓછી મહેનતે પૈસા કમાય શકાય છે.

એ પછી તપાસ કરી કે આ ફળની ખેતી ભારતમાં કઈ જગ્યાએ થાય છે. તો ગુણવંતભાઈણે તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે મહારાષ્ટ્રમાં એક ખેડૂત આ ફળની ખેતી કરી રહ્યો છે. તો તેઓ સુરતથી મહારાષ્ટ્ર ગયા અને બધી જ માહિતી મેળવી અને થોડી ટ્રેનીંગ પણ લીધી ને બધુ જાણ્યા પછી આ ફળની ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો.
આ ફળની ખેતી માટે સૌ પ્રથમ તો આ ફળના રોપાને મંગાવવામાં આવ્યા હતા. અને 6 ફૂટથી વધારે 800 જેટલા સિમેંટના પાક્કા પોલ બનાવ્યા અને આ ફળના રોપાને રોપયા હતા. આ ફળની ખેતી કરવી ખૂબ જ સસ્તી પડે છે. કેમકે આની ખેતીમાં કોઈ જ પ્રકારના ખાતરની જરૂર પડતી નથી.અને પાણી રોજ દરેક છોડને એક લીટર ઉપર જોઈએ છે. એટ્લે પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે.માત્ર દોઢ જ વર્ષમાં રોકેલા નાણાં પરત મળી શકે છે.

તેઓ જણાવે છે કે, તેમણે આ રોપા વાવ્યા પછી માત્ર 18 મહિનામાં જ 299 કિલો જેટલું ડ્રેગન ફળનું ઉત્પાદન થયેલું હતું. આ ફળની કિંમત એક કિલોએ 200 રૂપિયા છે, તેઓ એ પણ જણાવે છે કે માલ વેચવા માટે બીજે ક્યાય જવાની જરૂર નથી, તેમનો મોટા ભાગનો માલ સુરતમાં જ વેચાઈ ગયો હતો.

ડ્રેગન ફળથી થતાં ફાયદાઓ :

આ ફળમાં રહેલ પોષકતત્વોના કારણે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, બી.પી, વધારે પડતાં વજનમાં, કે પછી શરીરમાં શ્વેતકણના અભાવમાં ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે.

હાર્ટ ની બીમારીમા આ ફળ ઘણું જ ઉપયોગી છે. અને શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. અને હૃદયને મજબૂત રાખવામા મદદ કરે છે.
પાચનતંત્રને મજબૂત બનાવે છે. અને સુગરને નિયંત્રણમાં રાખે છે..

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.