newsdog Facebook

શું તમે જાણો છો તમારા રસોડામાં રહેલ આ નાનકડા લીલા પાનમાં છુપાયેલ છે અનેક મોટા રોગોની દવા...

Gujju Rocks 2019-01-14 10:19:41

આમ તો આપણે ગુજરાતીઓને દરેક વાનગીમાં ઉપરથી લીલા ધાણા નાખવા પસંદ હોય છે ધાણા એ વાનગીની સજાવટ તો કરે જ છે પણ શું તમે જાણો છો આ લીલા ધાણા એ તમારા સ્વાસ્થ્ય માટે કેટલા ઉપયોગી છે? શિયાળામાં ધાણા એ ઘણા સારા અને લીલાછમ મળતા હોય છે. ધાણા એ વાનગીની સુગંધ અને ટેસ્ટ તો વધારે જ છે પણ ધાણાની લીલી ચટણી તો આપણા દરેક ઘરમાં બનતી જ હોય છે. ધાણા એ એક ઔષધીય છોડ છે તેમાં ઘણા બધા પોષકતત્વો હોય છે, ધાણાનું નિયમિત સેવન તમને અનેક બીમારીઓમાંથી છુટકારો આપશે. ધાણામાં પ્રોટીન, ફાયબર, કાર્બોહાઈડ્રેટ અને મિનરલ વગેરે હોય છે.

આ સિવાય ધાણામાં કેલ્સિયમ, ફોસ્ફરસ, આર્યન, કૈરોટીન, થિયામીન, પોટેશિયમ અને વિટામીન પણ મળે છે. તમને જણાવી દઈએ કે ધાણાનો ઉપયોગ કરો ત્યારે ફક્ત એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ધાણાના દરેક પાન એ એકદમ સ્વચ્છ હોવા જોઈએ. જો તેની પર માટીના કણ લાગેલા હોય તો તેનાથી અનેક બીમારીઓ થઇ શકે છે. આવો તમને જણાવીએ કે કેવીરીતે ઉપયોગમાં લેવાથી ધાણા તમને ફાયદાકારક રહેશે.

પાચનશક્તિ વધારે છે.

લીલા ધાણા એ પેટની દરેક તકલીફમાંથી રાહત અપાવશે. આ પાચનશક્તિ વધારે છે. ધાણાના તાજા પાનને છાસમાં મિક્સ કરીને પીવાથી કબજિયાત, પેચીશ અને કોલાઈટીસ વગેરેમાંથી રાહત આપાવે છે. લીલા ધાણા, લીલું મરચું, છીણેલ નારિયલ અને આદુ મિક્સ કરીને ચટણી બનાવીને ખાવાથી જયારે અપચા દરમિયાન પેટમાં દુખે તો તેનાથી આરામ મળે છે. પેટમાં દુખાવામાં અડધા ગ્લાસ પાણીમાં બે ચમચી ધાણા નાખીને પીવાથી પેટના દુખાવાથી રાહત મળશે.

કોલેસ્ટ્રોલન ઘટાડવામાં મદદ કરે છે,

લીલા ધાણામાં એવા તત્વો હોય છે જે શરીરનું કોલેસ્ટ્રોલ ઓછું કરી દે છે અને તેને કંટ્રોલમાં રાખે છે. એક રીપોર્ટ અનુસાર ધાણાના બીજમાં કોલેસ્ટ્રોલને મેન્ટેન રાખવા માટેના તત્વો હોય છે. જો કોઈ વ્યક્તિ હાઈ કોલેસ્ટ્રોલથી પીડાય છે તો તેમણે ધાણાના બીજને ઉકાળીને તેનું પાણી પીવું જોઈએ.

ડાયાબીટીસમાં પણ ફાયદાકારક,

ધાણાને ડાયાબીટીસનો નાશ કરવા માટેની વસ્તુ પણ કહેવામાં આવે છે. ડાયાબીટીસથી પીડાતી વ્યક્તિ માટે આ એક વરદાન સ્વરૂપ છે. આનું નિયમિત સેવનથી બ્લડમાં ઇન્સુલીનની માત્રામાં સંતુલન રાખે છે. ધાણા પાવડર એ શરીરનું શુગર લેવલ ઓછું કરી દે છે અને ઇન્સુલીનનું પ્રમાણ વધારે છે.

કીડનીની સમસ્યામાં ફાયદાકારક,

ધાણા ખાવાથી કીડની સ્વસ્થ રહે છે. શોધ પ્રમાણે નિયમિત ધાણાનો ઉપયોગ કરવાવાળા લોકોમાં કીડનીની સમસ્યા બહુ ઓછી હોય છે. એટલા માટે કિડનીની સમસ્યાથી પીડિત વ્યક્તિએ ધાણાનો ઉપયોગ કરવો જ જોઈએ.

એનીમિયા દુર કરે છે,

ધાણામાં આયર્ન ભરપુર માત્રામાં હોય છે આના નિયમિત સેવનથી એનીમિયાને દુર કરવામાં મદદ મળે છે. સાથે એન્ટી ઓક્સીડેન્ટ, મિનરલ, વિટામીન એ અને સી ભરપુર હોય છે તેના કારણે જ ધાણા કેન્સરથી પણ બચાવી શકે છે.

આંખોની રોશની વધારે છે,

રોજ લીલા ધાણાનો ઉપયોગ એ ખાવામાં કરવાથી નબળી આંખોને રોશની આપે છે. કારણ કે લીલા ધાણામાં વિટામીન એ ભરપુર માત્રામાં હોય છે જે આંખો માટે બહુ જરૂરી છે.

ખીલના ડાઘથી પણ થશે છુટકારો,

જો તમારા ચહેરા પણ ખીલના ડાઘમાં પણ રાહત રહેશે. આના માટે ધાણાના પાનને પીસી લો અને એ પેસ્ટમાં એક ચપટી હળદરનાખો અને આ પેસ્ટને દિવસમાં બે વાર ચહેરા પર લગાવો, આનાથી ચહેરાપરના ડાઘા દુર થઇ જશે અને બ્લેકહેડ્સ પણ હટાવશે. ધાણા એ ઉમરથી પહેલા ચહેરા પર થતી કરચલીઓ પણ ઓછી કરે છે. ધાણામાં એન્ટી-ઓક્સીડેન્ટ વધારે માત્રામાં હોય છે જેનાથી આને લગાવવાથી ચામડીમાં ખેચાવ આવે છે આને લગાવવાથી ચામડી પર કોઈ ડાઘ પણ પડતા નથી.

સ્કીન માટે ફાયદાકારક,

એન્ટીસેફટીક અને એન્ટીઓક્સીડેન્ટ ગુણોને કારણે ધાણા એ સ્કીન માટે ફાયદાકારક છે. આનાથી ખીલની સમસ્યાની સાથે સાથે બ્લેક હેડ્સની સમસ્યા પણ દુર થઇ જાય છે. આના માટે ધાણાના પાનના રસમાં હળદરનો પાવડર મિક્સ કરીને ચહેરા પર લગાવો અને થોડી વાર પછી ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ લો.

અલગ અલગ પ્રકારની બળતરામાં ફાયદાકારક,

ધાણા એ હાથ પગની બળતરા, એસીડીટી, આંખોની બળતરા, યુરીનમાં બળતરા અને માથાનો દુખાવો વગેરે જેવી તકલીફો દુર કરે છે. એના માટે વરીયાળી, સાકાર અને ધાણાના બીજને સરખી માત્રામાં મિક્સ કરીને ચૂરણ બનાવી એક ચમચી દરરોજ જમ્યા પછી લેવાથી ફાયદો મળશે.

ધાણા એ ફક્ત ટેસ્ટ જ સારો નથી કરતા પણ એ એક ઔષધીય છોડ છે જે અનેક ગુણોથી ભરપુર છે. તમારા બીજા મિત્રોને પણ આ માહિતી જણાવો અને શિયાળામાં મનભરીને આનંદ ઉઠાવો. તમે ધાણાનો કેવીરીતે ઉપયોગ કરો છો કોમેન્ટમાં જણાવો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.