newsdog Facebook

અભિષેક બચ્ચનને માતા અને પત્નીમાંથી કોનો લાગે છે વધારે ડર ? જાણો વિગત

Abpasmita 2019-01-14 09:00:00
મુંબઈઃ કરણ જોહરનો ચેટ શો ‘કોફી વિથ કરણ’ ચર્ચામાં છે. હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલના વિવાદ બાદ આગામી એપિસોડમાં અભિષેક બચ્ચન અને શ્વેત બચ્ચન જોવા મળશે. બચ્ચન પરિવારના આ બે સભ્યો શોમાં અનેક રહસ્ય ખોલશે.
આગામી એપિસોડનું રવિવારે રાતે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં કરણ જોહર અભિષેક બચ્ચને સવાલ કરે છે કે કઈ ચીજથી સૌથી વધારે ડર લાગે છે, માતા કે પત્ની ? કરણનો સવાલ સાંભળી અભિષેક જવાબ આપે છે કે માતા જયા બચ્ચનનો ડર લાગે છે. પરંતુ કરણ અને અભિષેકની વાતચીમાં શ્વેતા બોલી પડે છે કે અભિષેકને સૌથી વધારે ડર પત્ની એશ્વર્યા રાય બચ્ચનનો લાગે છે.
શ્વેતાનો જવાબ સાંભળ્યા બાદ અભિષેક તેને અટકાવીને કહે છે કે, કરણે રેપિડ ફાયર રાઉન્ડ મારી સાથે શરૂ કર્યો છે તો જવાબ મારો જ માનવામાં આવશે. આ એપિસોડમાં બચ્ચન પરિવારના સભ્યો અનેક રસપ્રદ વાત ફેન્સ સાથે શેર કરતા નજરે પડશે.