newsdog Facebook

હાથો મુદ્રા માં છુપાયેલું છે રોગ ભગાડવાની જાદુઈ શક્તિ, બીમારીઓને ઠીક કરવા માટે જાણો ...

Gujju Rocks 2019-01-14 09:46:18

હસ્ત મુદ્રા ચિકિત્સા,

માનવ શરીર એ અનેક રહસ્યોથી ભરપુર છે. શરીરની પોતાની એક મુદ્રામયી ભાષા હોય છે જે કરવાથી શારીરિક સ્વાસ્થ્યના ફાયદા મળે છે. હસ્ત મુદ્રા ચિકિત્સા અનુસાર હાથ અને હાથની આંગળીઓ અને તેનાથી બનવાવાળી મુદ્રાઓમાં આરોગ્યના અનેક રહસ્ય છુપાયેલ છે.

હજારો વર્ષ પહેલા થઇ હતી શોધ.

માનવામાં આવે છે કે હાથની આંગળીઓમાં પંચતત્વો હોય છે, ઋષિમુનીઓએ હજારો વર્ષ પહેલા આની શોધ કરી હતી અને આના ઉપયોગમાં દિવસે દિવસે વધી રહ્યો છે, એટલા માટે એ લોકો સ્વસ્થ રહે છે, આ એ આપણા શરીરમાં ચેતના અને જ્ઞાન વધારવાની એક માત્ર ચાવી છે.

શરીર પર થાય છે સીધી અસર.

મનુષ્યનું મગજ હોય છે વિકસિત, તેમાં અગણિત ક્ષમતા સમાયેલ છે. આ ક્ષમતા દબાયેલ અને ઢંકાયેલ હોય છે તેને જગાડવા માટે અને આપણું લક્ષ પ્રાપ્ત થઇ શકે છે. નૃત્ય કરતા સમયે પણ આ મુદ્રા બનાવવામાં આવે છે જે શરીરની હજારો નસો અને નાડીઓને અસર કરતી હોય છે અને તેનો પ્રભાવ એ શરીર પર બહુ સારું પડે છે.

એકદમ અસર કરે છે.

હસ્ત મુદ્રા તત્કાળ જ અસર કરવી શરુ કરી દે છે, જે હાથથી આ મુદ્રા બને છે એ શરીરના અલગ અલગ ભાગમાં તેનો પ્રભાવ તરત થવાની શરૂઆત થઇ જાય છે. આ બધી મુદ્રાઓનો પ્રયોગ કરો ત્યારે વજ્રાસન, પદ્માસન અથવા સુખાસન માં બેસવાનું રહેશે.

જેટલી વાર કરવો હોય એટલી વાર કરી શકો છો.

આ મુદ્રાઓ દરરોજ ૩૦ થી ૪૫ મિનીટ સુધી કરવાથી સંપૂર્ણ લાભ મળશે. એકવારમાં ના થઇ શકે તો દિવસમાં બે થી ત્રણ વાર થઈને પણ કરી શકો છો. કોઈપણ મુદ્રા કરો ત્યારે જે પણ આંગળીઓનો ઉપયોગ ના હોય એ આંગળીઓ સીધી રાખવી. આમ તો મુદ્રાઓ ઘણીબધી છે પણ આજે અમે તમને મુખ્ય મુદ્રાઓ વિષે જણાવીશું.

જ્ઞાન મુદ્રા : અંગુઠો અને પહેલી આંગળીનું ટેરવું બંને એકસાથે રાખો અને બાકીની ત્રણ આંગળીઓ સીધી રાખો. આ મુદ્રા કરવાથી સ્મરણ શક્તિમાં અનોખો વિકાસ થાય છે અને જ્ઞાનની પણ વૃદ્ધિ થાય છે, વિદ્યાર્થી મિત્રોને ભણવામાં મન લાગે છે, મગજના સ્નાયુઓ મજબુત થાય છે, માથાનો દુખાવો રહેતો હોય તેઓને આ મુદ્રાથી ખાસ ફાયદો થાય છે, અનિન્દ્રાની પરેશાની દુર થાય છે અને જો કોઈનો સ્વભાવ ચીઢયો હોય તો તમે તેમને આ મુદ્રા કરવા માટે કહી શકો છો. તમે જયારે શરૂઆત કરો તો ખાવા પીવામાં સાત્વિક રહેવાનું છે, કોઈપણ જાતનું વ્યસન કરવાનું નથી, બહુ ગરમ કે ઠંડી વસ્તુઓ ખાવી નહિ.

વાયુ મુદ્રા : પહેલી આંગળીને વાળીને અંગુઠાના મૂળ સુધી પહોચાડો અને પછી અંગુઠાથી થોડું દબાવો, બાકીની આંગળીઓ સીધી રાખવાની છે. આ મુદ્રા કરવાથી લકવા, સાઈટીકા, ગઠીયા, સંધિવા, ઘુટણનો દુખાવો વગેરેમાં ફાયદો મળે છે. ગળાનો દુખાવો, કમરનો દુખાવો વગેરે રોગમાં પણ રાહત રહે છે. આ મુદ્રા એ તમને ફાયદો મળે ત્યાં સુધી જ કરવાની રહેશે.

આકાશ મુદ્રા : આ મુદ્રામાં મધ્ય આંગળી અને અને અંગુઠાનો પહેલો વેઢ એ મેળવો. બાકીની ત્રણે આંગળીઓ સીધી રાખવી. આ મુદ્રા કરવાથી કાનના દરેક રોગમાં ફાયદો મળશે.હાડકા મજબુત કરવા માટે પણ તમે આ મુદ્રા કરી શકો છો. આ મુદ્રા કરવાની શરૂઆત કરો ત્યારે એક વાત ખાસ ધ્યાન રાખો કે આ મુદ્રા એ ગમે ત્યારે કરશો નહિ કારણકે આ મુદ્રા દરમિયાન હાથ એ સીધો રાખવાનો રહેશે અને જયારે તમને ફાયદો થાય પછી આ મુદ્રા કરવાની જરૂરત નથી.

શૂન્ય મુદ્રા : માધ્યમ આંગળીને વાળીને અંગુઠાના મૂળમાં અડાડો અને પછી અંગુઠાથી થોડો દબાવો. આ મુદ્રા કરવાથી પણ કાનના દરેક રોગ એટલે બેહેરાશમાં પણ ફાયદો મળે છે, દાંતને મજબુત બનાવવા માટે પણ તમે આ મુદ્રા કરી શકો. ગળાના રોગ અને થાઈરોઈડમાં પણ ફાયદો અપાવે છે.

પૃથ્વી મુદ્રા : ત્રીજી આંગળીને અંગુઠા સાથે મેળવીને આ મુદ્રા કરવાની રહેશે. આ મુદ્રા કરવાથી શરીરમાં સ્ફૂર્તિ, ચહેરા પર તેજ વધે છે, જેમનું પણ વજન બહુ ઓછું હોય છે તેઓનું વજન વધી શકે છે. આ મુદ્રા કરવાથી પાચન શક્તિ પણ વધે છે. મગજમાં શાંતિ આવે છે અને વિટામીનની કમી દુર થાય છે.

સૂર્ય મુદ્રા : ત્રીજી આંગળી વાળીને અંગુઠાના મૂળ સુધી અડાડો અને અંગુઠાથી દબાવો. આ મુદ્રાથી શરીર સંતુલીત રહે છે, વજન વધારે હોય તેમનું વજન ઘટવા લાગે છે. શરીરમાં ઉર્જા વધે છે. શક્તિનો વિકાસ થાય છે. લોહીમાં કોલેસ્ટ્રોલ ઘટે છે આ મુદ્રા કરવાથી ડાયાબિટીસ, હૃદયના રોગને દુર કરે છે. આ મુદ્રા કરવા ક્યારેય બહુ પાતળા લોકોએ કરવી નહિ અને જયારે ઠંડક હોય ત્યારે જ કરવી આ મુદ્રા.

વરુણ મુદ્રા : સૌથી નાની આંગળીને અંગુઠા સાથે મેળવો. આ મુદ્રા કરવાથી શરીરની ચામડી જો શુષ્ક થઇ ગઈ હોય તો તે દુર થાય છે અને નરમ પડે છે. ચામડીની ચમક વધે છે. ચામડીના અનેક રોગ અને લોહીના વિકારમાં પણ ફાયદો આપે છે. જે યુવતીઓને ખીલ થતા હોય તેઓને પણ આ મુદ્રાથી ફાયદો મળશે. જેમને પણ કફ કે ઉધરસ થઇ હોય તેઓ આ મુદ્રા વધારે વાર ના કરે.

અપાન મુદ્રા : મધ્ય આંગળી અને ત્રીજી આંગળીને અંગુઠા સાથે આગળના ભાગથી અડાડો. આ મુદ્રા કરવાથી શરીર અને નસ એ સાફ રહે છે અને કબજિયાતમાંથી ફાયદો મળે છે. બવાસીરની જેમને પણ તકલીફ હોય તેમના માટે આ ફાયદાકારક છે, આ મુદ્રાથી ડાયાબિટીસ, પેશાબની તકલીફ, મળત્યાગમાં તકલીફ, દાંતની તકલીફ પણ દુર થાય. પેટના અનેક રોગમાં પણ ફાયદાકારક છે. હૃદય રોગમાં આનાથી અનેક ફાયદો થાય છે. આ મુદ્રાથી પરસેવા દ્વારા શરીરના વધારાના અને ના જરૂર હોય એવા તત્વો બહાર નીકળી જાય છે.

અપાનવાયુ અથવા હ્રદય રોગ મુદ્રા : પહેલી આંગળીને અંગુઠાના મૂળમાં લઇ જવી ત્યારબાદ મધ્ય આંગળી અને ત્રીજી આંગળીને અંગુઠાના આગળના ભાગે અડાડવી. આ મુદ્રા કરવાથી જેમનું હૃદય નબળું છે તેમને ફાયદો થશે પણ દરરોજ કરવાથી જ ફાયદો જોવા મળશે. પેટમાં ગેસ થતો હોય તેમને પણ આ મુદ્રા કરવાથી ફાયદો થશે માથાનો દુખાવો અને દમની બીમારી હોય તેમને આ મુદ્રા કરવી જોઈએ.

અપાનવાયુ અથવા હૃદય રોગ મુદ્રા : સીડી ચઢવાના પાંચ થી દસ મિનીટ પહેલા આ મુદ્રા કરો અને પછી ચઢો. આનાથી રક્તચાપમાં ફાયદો મળશે. હાર્ટ એટેક આવે અને તરત આ મુદ્રાને ઊંઘમાં જ્ઞાનમુદ્રા સાથે કરો. આનો ઉપયોગ તમે અચાનક કરી શકો છો.

પ્રાણ મુદ્રા : ત્રીજી આંગળી અને છેલ્લી આંગળીને અંગુઠાના આગળના ભાગ સાથે અડાડો. આ મુદ્રા કરવાથી શરીરનો થાક એ જલ્દી દુર થઇ જાય છે. મનને શાંતિ મળે છે. આંખોમાં તેજ વધે છે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે, વિટામીનની કમી દુર થાય છે. જયારે પણ તમારે ઉપવાસ કરવાનો હોય ત્યારે આ મુદ્રા કરવાથી તમને ભૂખ લાગશે નહિ અને તરસ પણ ઓછી લાગશે. આંખો અને શરીરની ચામડીને ચમકદાર બનાવે છે. જેમને પણ અનિંદ્રની તકલીફ હોય તેમણે આ મુદ્રા જ્ઞાન મુદ્રા સાથે કરવાની રહેશે.

લિંગ મુદ્રા : ફોટોમાં બતાવ્યું છે તે પ્રમાણે મુઠ્ઠી બંધ કરો અને ડાબા હાથનો અંગુઠો એ ઉભો રાખો અને બાકીની બધી આંગળીઓ બંધ રાખો. આ મુદ્રા કરવાથી શરીરમાં ગરમી વધે છે, જેમને પણ શરદીનો કોઠો હોય તેમને અને લકવા માટે પણ આ મુદ્રા એ ફાયદાકારક છે. આ મુદ્રા ની શરૂઆત કરો ત્યારે ભોજનમાં ફળો, તેના રસ, ઘી અને દૂધ વગેરે જેવી વસ્તુઓનું સેવન વધારે કરો. આ મુદ્રા એ બહુ લાંબા સમય સુધી કરવી નહિ.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.