newsdog Facebook

ચાલુ મેચ દરમિયાન ગોવાના ક્રિકેટરને આવ્યો હાર્ટ અટેક, થયું મોત, જાણો વિગતે

Abpasmita 2019-01-14 08:00:00
પણજીઃ ગોવાના પૂર્વ રણજી ક્રિકેટર રાજેશ ઘોડગેને એક સ્થાનિક મેચ દરમિયાન હાર્ટ અટેક આવવાથી મેદાન પર જ મોત થયું હતું. આ મેચ મડગાંવના રાજેન્દ્ર પ્રસાદ સ્ટેડિયમમાં રમાતી હતી. ટુર્નામેન્ટના આયોજક મડગાંવ ક્રિકેટ ક્લબના સેક્રેટરી પૂર્વ ભાંબરે જણાવ્યું કે, 46 વર્ષીય રાજેશ ઘોડગે એમસીસી ચેલેન્જર્સ તરફતી એમસીસી ડ્રેગન્સ સામે બેટિંગ કરતા હતા. તે 30 રન બનાવીને રમી રહ્યા હતા અને નોન સ્ટ્રાઇક્ટર એન્ડ પર ઉભા હતા, ત્યારે અચાનક મેદાન પર ઢળી પડ્યા હતા.
ઘોડગેને તાત્કાલિક નજીકની ઈએસઆઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાંથી તેમને ડોક્ટરે બીજી હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું. જે બાદ તેમને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા.
ઘોડગે 90ના દાયકમાં ગોવા રણજી ટીમ તરફથી અનેક મેચ રમ્યા હતા. ઉપરાંત ઘણી વન ડે મેચમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પહેલા તેમને ક્યારેય કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી તકલીફનો સામનો કરવો પડ્યો નહોતો.