newsdog Facebook

મુન્નાભાઇ એમબીબીએસનો આ કલાકાર ત્રણ વર્ષથી ગુમ,કોઇ કડી મળી નથી રહી

Mantavya News 2019-01-13 15:18:45

મુંબઇ,

સંજય દત્તની સુપર હીટ ફિલ્મ મુન્નાભાઇ એમબીબીએસમાં કામ કરનારો એક એક્ટર ત્રણ વર્ષથી ગુમ થઇ ગયો છે.મુન્નાભાઇ સીરીઝની ત્રીજી ફિલ્મ આવવાની વાતો વચ્ચે ફિલ્મ સાથે જોડાયેલી ખરાબ સમાચાર સામે આવ્યા છે.મુન્નાભાઇ ફિલ્મમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળેલા વિશાલ ઠક્કરના ગાયબ થવાની જાણકારી સામે આવી છે. જો તમને ફિલ્મ યાદ હોય તો વિશાલે ફિલ્મમાં એક એવા યુવકનું પાત્ર ભજવ્યું હતું જે સુસાઈડ કરવાનો પ્રયાસ કરે છે.વિશાલ ફિલ્મમાં ડિપ્રેશનનો પેશન્ટ બને છે.

જો કે હવે રીયલ લાઇફમાં પણ વિશાલ ગાયબ થઇ ગયો છે. વિશાલ ડિસેમ્બર 2015માં પોતાની માતા પાસેથી ફિલ્મ જોવા માટે 500 રૂપિયા લીધા હતા. તેણે પોતાની માતાને પણ સાથે આવવા કહ્યું હતું, પરંતુ તેમને ઈનકાર કરી દીધો. તે સાંજે વિશાલે પોતાના પિતાને મેસેજ કર્યો હતો કે તે એક પાર્ટીમાં જાય છે અને બીજા દિવસે સવારે આવશે.

પરંતું એ પછી એ ક્યારેય ના આવ્યો.પોલીસના મુજબ પોતાના માપા-પિતા સાથે મુલુંડમાં રહેતા વિશાલને છેલ્લી વાર 1લી જાન્યુઆરી 2016ની સવારે 11.45 વાગ્યે તેની ગર્લફ્રેન્ડ સાથે ગોદબંદર રોડ, થાણેમાં જોવાયો હતો અને તે એક શૂટિંગ માટે અંધેરી જઈ રહ્યો હતો. તેના ગાયબ થયા બાદ ખંડણી માટે કોઈ ફોન નથી આવ્યો અને ના તો તેના બેંક એકાઉન્ટમાંથી પૈસા કાઢવામાં આવ્યા છે. હજુ સુધી પોલીસને વિશાલની કોઈ જાણકારી નથી મળી અને ગર્લફ્રેન્ડની પૂછપરછમાં પણ કોઈ વાત સામે આવી નથી.