newsdog Facebook

માઇન્ડ ઇટ: થિયેટરમાં જ કપલે કર્યા લગ્ન, કહ્યું 'રજનીસર અમારા ભગવાન'

Vtv News 2019-01-11 17:32:00

ફિલ્મ સ્ટાર રજનીકાંતના નામથી સોશિયલ મીડિયા પર અનેક જોક વાયરલ થતા હોય છે. જ્યારે ફરી એક એવી ઘટના સામે આવી છે જેની સાથે રજનીકાંતનું નામ જોડાઇ ગયું છે. રજનીકાંતની ફિલ્મ 'પેટ્ટા' ગુરૂવારે રિલીઝ થઇ છે. જે દરમિયાન ચેન્નઇના વુડલેન્ડ્સ સિનેમામાં ફિલ્મ જોયા બાદ એક કપલે સિનેમા હોલની બહાર જ પોતાના રીત-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે. 

રજનીકાંત અમારા ભગવાન છે:
35 વર્ષીય અનબરસુ અને 28 વર્ષીય કામ્યાચીએ એક બીજાને માળા પહેરાવી જીનવસાથી બનાવ્યા છે. તેમણે જણાવ્યું કે, લગ્ન દરમિયાન ભગવાનને આમંત્રણ આપવામાં આવે છે. જેથી લગ્ન ધાર્મિક સ્થળ અથવા ઘરે કરવામાં આવે છે. રજનીકાંત અમારા ભગવાન છે. જેથી અમે અમારા ભગવાનને આમંત્રણ આપી સિનેમા હોલની બહાર લગ્ન કર્યા છે. પોતાના લગ્નની પળોને યાદગાર બનાવવા માટે તેમણે મિત્રો અને સંબંધીઓને પણ બોલાવ્યા હતા. 

ફિલ્મ 'પેટ્ટા'ને લઇ દર્શકોમાં ક્રેઝ:
ફિલ્મ 'પેટ્ટા'ને ત્રણ ભાષાઓ (તમિલ, તેલુગૂ અને હિન્દી)માં રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી, તૃષા, બૉબી સિમ્હા, વિજય સેતુપથી અને સિમરન બગ્ગાએ ભૂમિકા ભજવી છે. 'પેટ્ટા' એક ગૈંગસ્ટર ડ્રામા ફિલ્મ છે. જેના ડાયરેક્ટર કાર્તિક સુબ્બારાજ છે. મળતી માહિતી મુજબ, રજનીકાંતની ફિલ્મ 'પેટ્ટા' એડવાન્સ બુકિંગમાં જ લગભગ 32.58 કરોડની કમાણી કરી ચૂકી છે.