newsdog Facebook

જોઈ લો, અા છે ચીનનું સાઈકલોનું સ્મશાન

Sanjsamachar 2019-01-12 15:32:00

પ્રદુષણ ઘટાડવા માટે ચીનનાં કેટલાંક શહેરોમાં બાઈસિકલ શેરીંગની સિસ્ટમ શરૂ કરવામાં અાવી હતી. થોડાંક વષોૅ પહેલાં બાઈકરુહાયરિંગ સ્કીમે ચીનના ટ્રાન્સપોટૅ જગતમાં નવો જ જુવાળ ફેલાવ્યો હતો, પરંતુ હવે ફરીથી બાઈસિકલથી ટ્રાવેલિંગ કરવામાં લોકો ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા છે. જે લોકો અા સ્કીમનો લાભ લેવા માગે છે તેઅો પણ સાઈકલને ઉભા રાખવાનાં સ્ટેન્ડસ અને સિસ્ટમને અભાવે જયાંરુજયાં વાપરેલી સાઈકલો છોડીને જવા લાગ્યા હતા. તાજેતરમાં વિવિધ જગ્યાઅોઅે રખડતી સાઈકલોને નેજિંગ શહેરની ભાગોળમાં અેકઠી કરવામાં અાવી છે. લગભગ ૧૦,૦૦૦થી વધુ સાઈકલો અહીં ખડકાયેલી છે. સાઈકલો કાટ ખાઈ રહી છે. ડ્રોન દ્વારા સ્થળની તસ્વીરો લેવાઈ ત્યારે અે અજીબ ભાસતી હતી. હાલમાં ગવનૅમેન્ટ અા સાઈકલોનો નિકાલ કરવા માટે સાઈકલરુહિયરીંગ કંપનીઅો વાટાઘાટો કરી રહી છે. ચીનમાં મોટાં શહેરોની બહાર અા પ્રકારનાં સાઈકલનાં સ્મશાનો વધી રહયા છે. અેક અંદાજ મુજબ ચીનમાં ત્રણ લાખથી વધુ સાઈકલો અાવા સાઈકલના ગ્રેવયાડૅમાં સડી રહી છે.