newsdog Facebook

વિશ્ર્વના સૌથી મોંઘેરા છુટાછેડા

Sanjsamachar 2019-01-12 15:37:00

ન્યુયોર્ક: અમેરિકાના ટેબ્લોઈડ નેશનલ એન્કવાયરરએ વિશ્ર્વના સૌથી ખર્ચાળ છુટાછેડાના સંભવિત કારણનો ખુલાસો કર્યો છે. એમેઝોન ડોટ કોમના 54 વર્ષીય સ્થાપક જેફ.બેઝોસ 49 વર્ષીય પુર્વ ન્યુઝ એન્કર, હેલીકોપ્ટર પાઈલટ અને ડાન્સ-શો હોસ્ટ લોરેન સાંચેઝ સાથે ડેટીંગ કરી રહ્યા છે.
સાંચેઝ તેના પતિ અને હોલીવુડ ટેલેન્ટ એજન્ટ પેટ્રીક વ્હાઈટસેલથી અલગ રહે છે, સાંચેઝનો પતિ બેઝોસનો મિત્ર ફછે. નેશનલ એન્કવાયરરે અબજોપતિએ સાંચેઝને મોકલેલા ટેકસ્ટ સંદેશાઓ હાથ કર્યા છે. એમાંના એકમાં બેઝોસે લાળ ટપકાવતા લખ્યું છે. હું તને સુંઘવા માંગુ છું. હું તને શ્ર્વાસમાં ભરવા માગુ છું.હું તને ટાઈટ પકડી રાખવા માંગુ છું. હું તારા અધરને ચુંબન કરવા માંગુ છું. હું તને પ્રેમ કરું છું. હું તારી સાથે પ્રેમમાં છું.
બ્લુમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેકસ મુજબ બેઝોસની સંપતિ 137 અબજ ડોલરની છે. તે એમેઝોનમાં 8 કરોડ શેર અથવા 16% હિસ્સો ધરાવે છે. જેફ વોશિંગ્ટન પોસ્ટ નામના અખબારનો પણ માલિક છે.
જેફ અને તેની પત્ની મેકેન્ઝે વચ્ચે લગ્ન પુર્વેના કોઈ કરાર થયા નથી. આથી છુટાછેડા મળતા મેકેન્ઝીને મોટી રકમ મળશે.