newsdog Facebook

ઝૂંપડીમાં માતા અને બે બાળકોનું દર્દનાક મોત, કારણ જાણી તમારા રૂંવાડા અદ્ધર થઇ જશે

Sandesh 2019-01-12 14:27:00

નેપાળમાં બારી વગરની ઝૂંપડીમાં શ્વાસ રૂંધાતા 35 વર્ષની મહિલા અને તેમના બે દીકરાઓના મોત થયા છે. મહિલા એક પ્રથાની અંતર્ગત આ ઝૂંપડીમાં રહેતી હતી જેમાં પીરિડયસ દરમ્યાન મહિલાને અછૂત મનાય છે અને તેને અલગ જગ્યા પર રહેવા માટે મજબૂર કરાય છે.

કાઠમંડુ પોસ્ટના સમાચાર પ્રમાણે આ ઘટના નેપાળના બાજુરા જિલ્લાની છે. જ્યાં પીરીડિયસના ચોથા દિવસે અંબા બોહોરા એ રાત્રે પોતાના 9 અને 12 વર્ષના દીકરાની સાથે ભોજન કર્યું અને બાદમાં ઝૂપંડીમાં સૂવા જતી રહી. ઝૂંપડીને ગરમ રાખવા માટે તેમાં તાપણું કર્યું હતું.

મળતી માહિતી પ્રમાણે ઝૂપંડીમાં ના તો બારી હતી અને ના તો હવા આરપાર જવાની બીજી કોઇ વ્યવસ્થા હતી. બીજા દિવસે સવારે જ્યારે અંબાની સાસુએ ઝૂંપડીનો દરવાજો ખોલ્યો તો ત્રણેય મૃતક મળ્યા. તમામનું આગના કારણે શ્વાસ રૂંધાતા મોત થયું હતું.

ગામવાળાનું કહેવું છે કે જ્યારે તેઓ સૂઇ રહ્યા હતા ત્યારે તેમના ધાબળામાં આગ લાગી ગઇ હતી ત્યારબાદ ધુમાડાના લીધે માતા અને બાળકોનું મોત થયું. મુખ્ય જિલ્લા અધિકારી ચેતરાજ બરાલે કહ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટ માટે મોકલાયા હતા. કેસની તપાસ માટે જિલ્લા પોલીસ પ્રમુખ સહિત એક દળ ઘટનાસ્થળ પર મોકલી દેવાયું છે.

નેપાળમાં કેટલાંય સમુદાય પરંપરાના નામ પર પીરિયડસ દરમ્યાન મહિલાઓને અપવિત્ર માને છે અને તેમને મહિનામાં એક વખત પીરિયડ્સ દરમ્યાન પરિવારથી દૂર ઝૂંપડીમાં રહેવા માટે મજબૂર કરે છે. આ પ્રથા પર પ્રતિબંધ લગાવા છતાંય હજુ પણ તે ચલણમાં છે.