newsdog Facebook

બોલીવુડમાં હર હર, મોદી ઘર ઘર મોદી

Sanjsamachar 2019-01-11 16:48:00

બોલીવુડની રિયલ લાઈફ ફીલ્મોનું ચલણ વધી રહ્યું છે. એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કેટલીય ફીલ્મો બની રહી છે. વળી, એ તમામમાં જુદા જુદા કલાકારો મોદીની ભૂમિકા ભજવી રહ્યા છે. મોદી આધારીત બે ફીલ્મો ઉડી ધ સર્જીકલ સ્ટ્રાઈક અને પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આધારીત ધ એકસીડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર વિવાદમાં છે. આ બન્ને ફીલ્મો રિલીઝ માટે તૈયાર છે. વિવેક ઓબેરોયને ચમકાવતી ફીલ્મનો ફર્સ્ટ લુક જારી થઈ ગયો છે.
રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફરહાન અખ્તરને ચમકાવતી ‘ભાગ મિલ્ખા ભાગ’ની સફળતા પછી રિયલ લાઈફ કેરેકટરના જીવન પર આધારીત ફીલ્મોનો ટ્રેન્ડ શરુ થયો હતો. પરંતુ, મોદીના જીવન આધારીત પાંચ-પાંચ ફીલ્મો બની રહી છે તે એક રેકોર્ડ છે.
વિવેક ઓબેરોય
(પીએમ મોદી)
હવે વિવેક આનંદ ઓબેરોય તરીકે પોતાને ઓળખાવતા એકટરે થોડા દિવસો પહેલાં જાહેર કર્યું હતું કે તે ઉમંગકુમારની નવી ફીલ્મ પીએમ મોદીમાં વડાપ્રધાનની ભૂમિકા ભજવી રહ્યો છે. તેની આ જાહેરાત સામે મિશ્ર પ્રત્યઘાતો મળ્યા હતા. વિવેકના એકટર પિતા સુરેશ ઓબેરોય સાથે મળી ફીલ્મ બનાવતા સંદીપસિંહ પોતાના સ્ક્રીન હીરો વિષે ઉત્સાહીત છે. મને અનુભવી એકટરની જરૂર હતી અને વિવેક આ જરૂરિયાત પુરી કરે છે. તેણે 15 લુક ટેસ્ટ આપ્યા હતા અને એમાં દરરોજ 7 કલાક મેકઅપ કરવાનો હતો. આવું છ-સાત મહિના ચાલ્યું તે સમર્પિત અને ફિલ્મ માટે ઉત્સાહીત છે.
રજીતકપુર (ઉરી)
વિકી કૌશલને મેજર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજય દોવાલથી પ્રેરીત પાત્રની ભૂમિકા ભજવતા પરેશ રાવલને ચમકાવતી ઉડીમાં રજીતકપુર મોદીની ભૂમિકા ભજવે છે. મોદીના શરીરના બાંધાને મળતો આવતો હોવા છતાં રજીત નમ્રપણે કહે છે કે હું મોદી જેવો દેખાતો નથી, પણ અમે અમારાથી શ્રેષ્ઠ કર્યું છે. ફીલ્મમાં મોદીનું તેજાબી વકતા તરીકે નહીં, પણ રણનીતિકાર અને વિચારક તરીકેનું છે. રજીતકપુર કહે છે કે મોદીમાં વિઝન છે અને હું એનામાં રહેલા રણનીતિકાર અને આયોજક પર ધ્યાન આપવા માગું છું. ફીલ્મના દ્રશ્યોમાં મોદીને અગત્યના નિર્ણયો લેતા દર્શાવાયા છે. ‘ઉન કી પર્સનાલીટી મેં જો ઠેહરાવ હૈ ઓર ઈસ ફીલ્મ મેં નઝર આયેંગે પોતે કાર્ટુન જેવો લાગે તે માટે મોદીની નકલ કરવાનું ટાળી તૈયારીઓ માટેના વિડીયોનો હવાલો આપ્યો હતો. મારો પ્રયાસ બંધબારણા પાછળ તે કેવા દેખાય છે તે અનુભવાતો હતો. એકટરના મતે પરેશ રાવલ નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવવા લાયક છે.
લાલજી દેવરીયા (નમો સૌને ગમો)
ગુજરાતી ફીલ્મ ‘નમો સૌને ગમો’ માં મોદીની ભૂમિકા ભજવતા 60 વર્ષના એકટર પોતાને મોદીભકત ગણાવે છે. હું તેમને ત્રણવાર મળ્યો હતો અને તે (મોદી) પણ માને છે કે હું તેમના જેવો દેખાઉં છું. દેવરીયાના દાવા મુજબ પીએમની ભૂમિકા ભજવવા મારો અવારનવાર સંપર્ક કરવામાં આવે છે.
અમારું વ્યક્તિત્વ સરખું હોવાથી મારા માટે તેમની ભૂમિકા ભજવવી સહેલી છે. ડીરેકટર કે અમરના જણાવ્યા મુજબ ફીલ્મ પાંચ વર્ષ પહેલાં પુરી થઈ હતી, પણ રાજકીય કારણોસર રિલીઝ થઈ શકી નહોતી. મોદી સી. એમ હતા ત્યારે શું બન્યું એના પર અમે ધ્યાન આપ્યું છે. કે.કે.શુકલા (બટાલિયન 609) કે.કે.શુકલાનું મોદી-વર્ઝન ડિરેકટર બ્રિજેશ ત્રિપાઠીની ‘બટાલિયન 609 માં જોવા મળે છે. ભારતીય લશ્કર આધારીત આ કાલ્પનિક કહાણી છે. જો કે એકટર કહે છે કે હું મોદી સાબનો મોટો ચાહક છું. અગાઉ પણ તેણે પીએમની ભૂમિકા ભજવી હોવાનો દાવો કર્યો છે.
પ્રથમવાર ન્યુઝ ચેનલ માટે શોમાં તેણે મોદીનું પાત્ર ભજવ્યું હતું. હું એને કયારેક મળ્યો નથી, પણ તે પ્રમાણીક માણસ હોવાથી હું તેમનો પ્રશંસક છું.
પરેશ રાવલ (અનટાઈટલ્ડ)
પીઢ અભિનેતામાંથી રાજકારણી બનેલા પરેશ રાવલે મોદી પર બાયોપીક બનાવવાની જાહેરાત કરી હતી. એમાં તે પોતે ટાઈટલ રોલ ભજવવાના છે.
વિવેક ઓબેરોયનો મોદી લુક જાહેર થયો એ પછી પરેશ રાવલને કહેતા ટાંકવામાં આવ્યા હતા કે રોલ ભજવવા મારા કરતા બીજો સારો એકટર હોય શકે નહીં. તેમણે જણાવ્યું હતું કે હું મોદીજી પર ફિલ્મ બનાવવા કામ કરી રહ્યો છું, પણ હાલમાં એ મુલત્વી રખાયું છે. એની પટકથા હજુ લખાઈ રહી છે. અત્યારે એના વિષે ઝાઝુ કહી શકું તેમ નથી.