newsdog Facebook

જાણીયે બોલીવુડના સેલેબ્રીટીની મનપસંદ લકઝરી પરફ્યુમ્સ વિષે

Jobaka 2019-01-11 15:04:13

મોટાભાગે જે પણ વ્યક્તિને જે તે સ્ટાર્સ ગમતા હોય તેમને તેના વિષે દરેકે દરેક નાની-મોટી વાતો જાણવાની ઉત્કંઠા ઘણી જ હોય. જેમ કે આપણા મનપસંદ સેલિબ્રિટીને કઈ કંપનીની લક્ઝરી વસ્તુઓ ગમે છે, તેમને મનપસંદ ફેશન ડીઝાઇનર કોણ છે વગેરે…. એને તેમાંથી જ એકે છે સેલેબ્સના લકઝરીયસ પરફ્યુમ્સ.

દીપિકા પાદુકોણ

દીપિકા પદુકોણને ખુબ જ ગમતું હોય એવું પરફ્યુમ છે હ્યુગો બોસ, રાલ્ફ લોરેન અને એસટી લોડર.


અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માનું મનગમતું પરફ્યુમ હોય તો તે છે ગોલ્સે એન્ડ ગબ્બાનાસ લાઈટ બ્લુ અને જો તેની કિંમતની વાત કરીયે તો તે 3500 રૂપિયા છે.

ઐશ્વર્યા રાય


ઐશ્વર્યા રાય બચ્ચનને ક્લિનિક હેપી પરફ્યુમ યુઝ કરવું ખુબ ગમે છે. આ પરફ્યુમમાંથી ફ્રુટ્ટીની સુગંધ આવે છે. અને તેની 100 મિલિગ્રામની કિંમત 4 હજાર રૂપિયા છે.

પ્રીટી ઝિન્ટા

પ્રીટીનું ફેવરિટ પરફ્યુમ ગુચ્ચી એન્વી છે. અને જો તેની કિંમત જોઈએ તો તે 4000 રૂપિયા છે.


શિલ્પા શેટ્ટી

1999 માં ફ્રાન્સિસ કુકર્ઝીયાન દ્વારા તૈયાર કરેલ ગ્રીન ટી પરફ્યુમ એ શિલ્પાની પહેલી પસંદમાં આવે છે. અને તેની કિંમત 100 મિલિગ્રામ ની 1500 રૂપિયા છે.

યામી ગૌતમ


યામીનું ફેવરિટ પરફ્યુમ ફોરેવર એન્ડ એવર ડીયોર્સ છે, અને જો તેની કિંમત જોઈએ તો તે 10,000 રૂપિયા છે.

સોનમ કપૂર

સોનમ કપૂર ને માઈકલ કોર્સ પરફ્યુમ ખુબ જ ગમે છે. આ પરફ્યુમમાંથી ફ્રુટની ગંધ આવે છે.અને તેની કિંમત જાણીયે તો 100 મિલિગ્રામની કિંમત 6500 રૂપિયા હોય છે.


કરીના કપૂર

કરીના કપૂર ખાન ની પરફ્યૂમની પસંદગીમાં જીન પોલ ગોલટિયર નો જ સમાવેશ થાય છે.

કેટરિના કૈફ

કેટરિના કૈફનું ફેવરિટ પરફ્યુમ એન ગૂચી રશ છે, અને જો તેની કિંમત જાણીયે તો તે 5 હજાર રૂપિયા છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ અરમાની કોડની સ્મેલ વધુ પસંદ આવે છે અને તેની કિંમત 5500 રૂપિયા છે.

માધુરી દિક્ષિત

માધુરી દીક્ષિતની પરફ્યુમ લિસ્ટમાં ઇસ્સે મિયાક પરફ્યુમ આવે છે, અને તેના 30 મિલિગ્રામની કિંમત જ 2500 થી 3000 રૂપિયાની આજુબાજુ હોય છે.