newsdog Facebook

આ અભિનેત્રી શોધી રહી છે પતિ, પરંતુ તેનામાં હોવા જોઇએ આવા ગુણો

Sandesh 2019-01-11 14:58:00

ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી કોઈથી છુપેલી હોતી નથી. તેમાં ટીવી પર લોકપ્રિય સીરિયલ ‘ભાભી જી ઘર પર હે’ની લોકપ્રિયતાએ સિરિયલના કલાકારોને એટલા પોપ્યૂલર બનાવી દીધા છે  કે દરેક લોકો તેમની સિરિયલ જોયા વગર રહી શકે તેમ નથી. અમે વાત કરી રહ્યા છીએ ‘ગુલફામ કલી’ કે જે શોમાં કોઠાવાળાની ભૂમિકા ભજવે છે. આ રોલ ફાલ્ગુની રજની નિશા કરી રહી છે.

આ સિરિયલ ખુબજ વધારે લોકપ્રિય બની ચૂકી છે. લોકો તેના વ્યસની બની ચુક્યા છે. આ સિરિયલ પાછલા બે વર્ષોથી દર્શકોને પોતાની તરફ ખેંચી રહી છે અને તેના ચાહકો તેનો એક પણ એપિસોડ મિસ કરતા નથી. તો ચાલો જાણીએ કે આજનો આ આર્ટિકલ આપણા માટે શુ લઈને આવ્યો છે.

સિરિયલ ‘ભાભી જી ઘર પર હે’ ના બધા જ કલાકાર ખુબજ સરસ એક્ટિંગ કરે છે, પરંતુ જે સિરિયલ નો મેન રોલ છે તે છે ભાભીજી. ભાભીજીને આ સિરિયલનો મુખ્ય ભાગ કહેવામાં આવે છે. ભાભી તેની અનોખી એક્ટિંગથી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષે છે.

જણાવી દઈએ કે, આ સિરિયલમાં ભાભીજીનો રોલ ફાલ્ગુની રજની નિશા કરી રહી છે. શોમાં ભાભીજીની એક્ટિંગથી લોકો દીવાના છે. ભાભીજીને તેના સપનાના રાજકુમારની જરૂર છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે તેના લગ્નના સપના માટે મોટા ખુલાસો કર્યો છે.

આમ તો ફાલ્ગુનીની સુંદરતા પર દરેક ફીદા છે, પરંતુ ફાલ્ગુની હજુ કુંવારી છે. 38 વર્ષની ઉંમર વટાવી ગઈ છે પણ હજુ સુધી તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો નથી. ફાલ્ગુની રજની તેની બોલી માટે ઓળખાય છે. એવામાં જ્યારે તેને લગ્નના સવાલ પૂછવામાં આવે તો તેણે જણાવ્યું છે કે તેને તેના સપનાના રાજકુમારની શોધ ચાલું છે. તેવામાં જે દિવસે તેને કોઈ સારો છોકરો મળી ગયો, તો તે તેની સાથે લગ્ન કરી લેશે. તે કહે છે કે હજુ સુધી તેને એવો કોઈ છોકરો નથી મળ્યો કે એને એવું થાય કે તે તેની સાથે તેનું જીવન વિતાવી શકે છે. તેવામાં તે તેના થનારા રાજકુમારની શોધમાં છે. જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી તે લગ્ન નહિ કરે.