newsdog Facebook

એશ્વર્યા રાય ને આજે પણ ખટકે છે આ અભિનેતાની એ "ગંદી કમેન્ટ" કહ્યું કે - ''આ મારા જીવનનો સૌથી ખરાબ..."

Gujju Rocks 2019-01-11 14:44:12

બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાઈ બચ્ચન આગળના અમુક સમય થી ફિલ્મો થી દૂર છે પણ તે મોટાભાગે પાર્ટી અને ઇવેન્ટ માં નજરમાં આવે છે. ઐશ્વર્યા હંમેશા પોતાની સુંદરતા અને ફેશન ને લીધે પોતાની અલગ જ છાપ છોડવામાં કામિયાબ રહી છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ માં ઐશ્વર્યા એ પોતાના લગ્ન અને વ્યક્તિગત જીવનને લઈને ખુલાસો કર્યો છે. ઐશ્વર્યા રાઈ ને ઘણીવાર પ્લાસ્ટિક ની ઢીંગલી કહેવામાં આવી છે. જો તમને યાદ હોય તો એક સમયે કરન જોહર ના શો કોફી વિથ કરન માં ઇમરાન હાશ્મી એ તેના વિશે આવું જ કઈક કહ્યું હતું. રૈપિડ ફાયર રાઉન્ડ માં કરન જોહર એકે એક નામ લઇ રહ્યા હતા જેના જવાબમાં તે વ્યક્તિ ને જોતા જ પહેલા જે ચીજ મગજમાં આવે છે તેને બોલવાનું હતું. એવામાં જ્યારે કરન જોહરે ઐશ નું નામ લીધું તો ઇમરાન હાશ્મી એ ઐશ્વર્યા ને પ્લાસ્ટિક કહ્યું હતું.
ઇમરાન નો આવો જવાબ તે સમયે ખુબ ચર્ચા માં રહ્યો હતો.જાણકારી અનુસાર ઐશ ને ફિલ્મ બાદશાહો ની ઓફર મળી હતી પણ જયારે તેને જાણ થઇ કે ફિલ્મ માં ઇમરાન હાશ્મી છે તો તેમણે આ ફિલ્મ માટે ના કહી દીધી હતી. જો કે પછી ઇમરાન એ પોતાના મંતવ્ય માં આ બાબત ની માફી પણ માગી હતી અને કહ્યું હતું કે હૈમ્પર જીતવા માટે તેના મગજમાં જે આવ્યું તે તેમણે બોલી નાખ્યું.
ઇમરાન હાશ્મી એ ભલે માફી માગી લીધી હોય પણ એવું લાગે છે કે ઐશ હજી સુધી આ વાતને ભૂલી નથી. ઐશ એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે તેના જીવનની સૌથી ખરાબ કમેન્ટ ‘ફેક’ અને ‘પ્લાસ્ટિક’ છે.
ઐશ ને છેલ્લી વાર ફિલ્મ ફન્ને ખાં માં જોવામાં આવી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. આ સિવાય ઐશ જલ્દી જ અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ ગુલાબ જામુન ની શૂટિંગ ની શરૂઆત કરી શકે તેમ છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.