newsdog Facebook

ઈશા અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં VVIP મહેમાનનો જમાવડો, જુઓ તસવીરો

Abpasmita 2018-12-08 21:00:00
ઉદયપુર: મુકેશ અંબાણીની દિકરી ઇશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઇમાં યોજાનાર છે. લગ્ન પહેલા રાજસ્થાનના ઉદેપુરમાં પ્રી વેડિંગ સેલિબ્રેશન રાખવામાં આવ્યું છે. મહેમાનોની લિસ્ટમાં અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટનથી લઇને દુનિયાભરના બિઝનેસજગતની હસ્તીઓ ઉદયપુર પહોંચી રહી છે.
બોલીવૂડ અભિનેતા સલમાન ખાન, કરન જોહન, વરૂણ ધવન, અભિષેક બચ્ચન એશ્વર્યા સહિતના કલાકરો ઉદયપુર પહોંચ્યા છે.
દુનિયાની મોટી સ્ટીલ કંપનીના માલિક લક્ષ્મી નિવાસ મિત્તલ પોતાની પત્ની ઉષા મિત્તલની સાથે ઉદેપુર પહોંચી ચૂક્યા છે. દુનિયાની મોટી બ્રોકરેજ હાઉસ કંપની ગોલ્ડમેનના ચેરમેન અને સીઇઓ કેન હિચનર, સાઉદી અરમાકોના ચેરમેન ખાલિદ એ અલ ફલીહ, સેમસંગના ચેરમેન જેલી પણ પણ ઉદેપૂર પહોંચ્યા છે.
લગ્નની તૈયારી શરૂ થઇ ગઇ છે, ઉદેપૂરમાં આજે સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે, ઇશા-આનંદની સંગીત સેરેમનીમાં સામેલ થવા માટે દેશ અને દુનિયાની મોટી હસ્તીઓ ઉદયપુર પહોંચી ચૂક્યા છે.
ઉદેપૂર શહેર માટે સમ્માન પ્રકટ કરવા અને પુત્રીના લગ્નમાં આશીર્વાદ માટે અંબાણી પરિવારે શુક્રવારે શહેરમાં અન્ન સેવા કરી 5100 લોકોને જમવાનું ખવડાવ્યું હતું. આ 5100 લોકોમાં મોટાભાગના દિવ્યાંગ છે, આ સેવા 7 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી ત્રણેય ટાઇમ ચાલશે.