newsdog Facebook

શું તમે મોબાઇલનો પેટર્ન લોક ભૂલી ગયા છો ? તો ફક્ત આટલું કરવાથી ફટાફટ ખૂલી જશે લોક

Moje Mustram 2018-11-19 19:29:13

આજે લોકો પોતાના મોબાઇલ માં ઘણી પર્સનલ ડોક્યુમેંટ્સ રાખતા કોઈ છે. કોઈ બીજો માણસ તે ના જુવે તે માટે સિક્યુરિટી માટે મોબાઇલ માં પાસવર્ડ કે પછી પેટર્ન લોક રાખતા હોય છે, પણ ઘણી વખત તે ખુદની મુશ્કેલી પણ ઉભી કરે છે. જો તમે કોઈ જગ્યાએ પાસવર્ડવાળી સિક્યુરિટીનો ઉપયોગ કર્યો હોય અને તમે જ તે પાસવર્ડ ભૂલી જાવ તો…? એ રસ્તો ફરી પાછો ક્યાં ગોતવા જવો!! તમે સહેજ સમજી ગયા હશો કે અમે ક્યાં વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ. તો ચાલો તૈયાર થઇ જાઓ અમારી સાથે જ્ઞાનની સફર કરવા. આજે અમે જે જણાવવા જઈએ છીએ એ તમને કદાચ

ઘણા લોકો ને તેમના બાળકો ને કારણે કે પછી સ્માર્ટફોનનો પાસવર્ડ, પિનકોડ કે પછી પેટર્ન ભૂલી ગયા ના કારણે ઘણી મુશ્કેલીઓ સર્જાતી હોય છે. લોકોના વિચારોનું કાઈ નક્કી નહીં. ઘણીવખત અઘરો પાસવર્ડ/સિક્યુરિટી સેટ કરી નાખે બીજા દિવસે પોતે જ ભૂલી જાય. પણ અમે એ વાતનો જવાબ શોધીને તમારા સુધી આવી ગયા છીએ. નીચે જાણવા જેવી ટેકનીક બતાવી છે જેથી સ્માર્ટફોનનો સ્ક્રીન પરનો સિક્યુરિટી લોક ખોલી શકાય છે. તો ફોલો કરો નીચે મુજબની ટેકનીક.

આ માટે પહેલતો તમારે કોઈ બીજા માણસ પાસેથી સ્માર્ટફોન કે કોમ્પ્યુટર લેવાનું રહેશે. હવે બીજાના મોબાઇલ માં કે લેપટોપ માં બ્રાઉઝર ખોલી તેમાં http://myaccount.google.com/find-your-phone-guide ટાઇપ કરવું અને એ લિંક એડ્રેસ પર જવું.

આના માટે તમારી પાસે ગુગલ એકાઉન્ટની હોવું જરૂરી છે. હવે બીજાના ફોને માં જે સ્ક્રીન ઓપન થઇ તેમાં ઈમેલથી લોગઇન કરો. જે આઈડી ફોનમાં યુઝ કરીએ છીએ એજ ઈમેઈલ આઈડી વાપરવું ફરજીયાત છે.

એક વખત તમે ગૂગલે અકાઉંટ ની મદદ થી લોગઇન થયા તે બાદ પછી જેટલી ડિવાઈસમાં લિંક થયેલ છે તેનું ડિવાઈસ લીસ્ટ જોવા મળશે. એ લીસ્ટમાંથી જેનો પાસવર્ડ ભૂલી ગયા છો એ ડિવાઈસને ગોતી લો. ત્યારબાદ તમને એક ઓપશન જોવા મળશે જેમાં Lock Your Phone ઓપશન હશે.

હવે ત્યાં એક બોક્ષમાં આપેલું હશે જેમાં જુનો પિનકોડ કે પછી પેટર્નની જગ્યાએ નવો પાસવર્ડ સેટ કરો અને નીચેની તરફ લખેલા Lock બટન પર ક્લિક કરો. પછી તમારા સ્માર્ટફોનમાં નવો પાસવર્ડ અને પેટર્ન એન્ટર કરો.

ઉપરની બધી પ્રોસેસ પૂરી થયા બાદ હવે મોબાઇલ માં ખોળેલી ટેબ ને રીફ્રેશ કરી નાખો ટેબને અને તમારો સ્માર્ટફોન પણ અનલોક થઇ જશે. છે ને મસ્તમજાની ટેકનીક. આ ટેકનીકથી તમારો ખોવાઈ ગયેલ કે ભૂલી ગયેલ પાસવર્ડને તેમજ પેટર્ન સ્ક્રીનલોકને અનલોક કરી શકાય છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ

“MojeMustRam – મોજે મસ્તરામ”

ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું

“MojeMustRam – મોજે મસ્તરામ”

પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.