newsdog Facebook

આ કરોડપતિ કન્ટેસ્ટંટની બોડીની સલમાનને પણ થઈ ઇર્ષા, કહ્યું તું ટૂંક સમયમાં રડવાનો છે

GSTV 2018-09-18 17:24:07

બોલીવુડના દંબગ ખાન એટલે કે સલમાન ખાનનો મોસ્ટ પોપ્યુલર રિયાલીટી શૉ બિગ બૉસ 12ની શાનદાર શરૂઆત થઇ ગઇ છે. શૉના પ્રિમીયરમાં બે દિગ્ગજ પત્રકાર અને સીઝન 10નો વિનર મનવીર ગુર્જર તથા સીઝન 11ની વિજેતા શિલ્પા શિંદે જોવા મળ્યાં. તેવામાં સલમાને એક પછી એક ઘરના તમામ કન્ટેસ્ટન્ટ્સની એન્ટ્રી કરાવી અને આ દરમિયાન આવેલા એક કન્ટેસ્ટન્ટની તેમણે બોલતી જ બંધ કરી દીધી.

 

View this post on Instagram

 

A post shared by Shivashish Mishra (@shivashish24) on Sep 16, 2018 at 11:07am PDT


કૉમનર તરીકે શિવાશીષ મિશ્રા પોતાના જોડીદાર સૌરભ પટેલ સાથે આ શૉમાં આવ્યાં છે જે એક ખેડૂત છે. શિવાશીષ એક બિઝનેસમેન છે અને મૉડેલિંગ પણ કરી ચુક્યો છે. સલમાન ખાને તેમને જોડીદાર સાથે સ્ટેજ પર બોલાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Shivashish Mishra (@shivashish24) on Sep 16, 2018 at 9:11pm PDT


શિવાએ જણાવ્યું કે તેની પાસે કોઇ વસ્તુની કમી નથી અને તેના કપડા વિદેશથી આવે છે. ઉલ્લેખનીય છે કે શિવા પાસે અનેક લક્ઝરી કાર છે અને સાથે જ વિદેશી બ્રાન્ડની ઘડિયાળ પણ છે. સલમાન શિવાની વાતો ધ્યાનથી સાંભળ્યાં બાદ વારંવાર ઉપરથી નીચે તરફ જોઇ રહ્યાં હતા. તેવામાં પેનલ પર બેઠેલા ન્યૂઝ એન્કર દિબાંગે પણ સવાલ કર્યો કે આ તારો પૈસો બોલે છે.

 

View this post on Instagram

 

A post shared by Shivashish Mishra (@shivashish24) on Sep 16, 2018 at 10:27am PDT


સલમાન પણ વારંવાર તેને ટાર્ગેટ કરી રહ્યાં હતાં અને કહ્યું કે તું એક જ અઠવાડિયામાં રડીશ. સલમાનના આ વલણથી લાગી રહ્યું થે કે તેમને શિવાની હેરસ્ટાઇલ અને લુકથી ઇર્ષ્યા થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે ઘરમાં સ્પેશિયલ સ્વાગત કરતાં શિવાને એક રૂમમાં કેદ કરી દેવામાં આવ્યો અને તેને ચારેતરફથી પંચ મારવામાં આવ્યા. તેવામાં ઘરમાં અન્ય કન્ટેસ્ટ્ન્ટ્યની એન્ટ્રી થતાં તેમને બહાર આવવાની તક મળી ગઇ હતી.