newsdog Facebook

કેન્સર જેવી બીમારીને હરાવીને 46 વર્ષની વયે જુડવા દીકરીઓની માતા બની એક્ટ્રેસ

Mantavya News 2018-09-17 15:33:55
Home/Entertainment/Bollywood/કેન્સર જેવી બીમારીને હરાવીને 46 વર્ષની વયે જુડવા દીકરીઓની માતા બની આ એક્ટ્રેસ, શેર કર્યો ફોટો

કેન્સર જેવી બીમારીને હરાવીને 46 વર્ષની વયે જુડવા દીકરીઓની માતા બની આ એક્ટ્રેસ, શેર કર્યો ફોટો

1 min ago

450 1 minute read


mantavyanews.com

મુંબઈ

જાણીતી ભારતીય કેનેડીયન એક્ટ્રેસ લીઝા રે તાજેતરમાં જુડવા બે બાળકીઓને માતા બની છે. આ વાતને લીઝાએ જાતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો શેર કરીને જણાવી છે. લીઝાની આ તસ્વીર ખુબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં બંને પુત્રીઓ સાથે લીઝા જોવા મળી રહી છે. લીઝાએ તેની બંને બાળકીઓના નામ ‘સૂફી’ અને ‘સોલેલ’ રાખ્યું છે.

લીઝા કેન્સર જેવી બીમારીથી લડ્યા બાદ તે 46 વર્ષની વય જુડવા પુત્રીઓની માતા બની છે. લીઝાએ સેરોગેસી દ્રારા જુડવા પુત્રીઓને જન્મ આપ્યો છે. આ ખુશી તેના માટે સૌથી વધુ મહત્વ  ધરાવે છે.

એક વેબસાઈટ સાથે વાતચીતમાં લીઝાએ કહ્યું કે આ ખાસ અહેસાસને શબ્દોમાં નથી કહી શકતી. હું કેટલી ખુશ છું તે કહેવું મારા માટે ઘણું મુશ્કિલ છે. માં બન્યા પછી મારી દરેક વસ્તુઓ પર ધ્યાન રાખવું પડે છે. મારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે પરંતુ હવે મારી લાઈફમાં બદલાવ આવી રહ્યો છે અને હું આ બદલાવથી ખુબ જ ખુશ છું. માતા બન્યાના આ અહેસાસનો આનંદ લેતા હું ઘણી મસ્તી કરું છું.

એક સવાલનો જવાબ આપતા લીઝાએ કહ્યું કે હું  મારી દીકરીઓની પરવિશ મુંબઈના મારા ઘરે કરવા માંગું છું. તેને વધુમાં જણાવ્યું કે મારી લાઈફમાં ઘણી વસ્તુઓ અસ્તવ્યસ્ત રહી છે. જેથી ડેહની સાથે લગ્ન કર્યા પછી માતા બનવાનો નિર્ણય કર્યો મારી દીકરીઓનો જન્મ સેરોગેસી દ્રારા જોર્જિયામાં આ વર્ષે જુનમાં થયો છે. લીઝા રે એ કહ્યું કે તે તેની પુત્રીઓને ખુલા વિચાર વાળી વ્યક્તિ બનાવવાની કોશિશ કરીશ.

આપને જણાવી દઈએ કેવર્ષ 2009 માં લીઝા રે મલ્ટીપલ માઈલોમા નામના કેન્સર જેવી બીમારીથી પસાર થઈ ચુકી છે. આ એક કેન્સર છે. 2010 માં લીઝા રે એ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવીને કેન્સરથી મુક્તિ પામી હતી. પરંતુ આજે પણ તેનો ઈલાજ ચાલુ છે.