newsdog Facebook

હોલિડે હંગામા: જીયોનો 399નો પ્લાન હવે 299માં, મેળવો આ રીતે

Gujarati News 18 2018-06-01 08:19:40
શું તમે જીયોના ગ્રાહક છો તો તમારા માટે ખુશીના સમાચાર આવ્યાં છે. જીયોનો સૌથી વધુ વેચાતો 399 રૂપિયાનો પ્લાનમાં હવે 100 રૂપિયાની છૂટ મેળવી શકશો એટલે તમને આ પ્લાન 299 રૂપિયામાં જ પડશે.

ફોન પેથી ચૂકવણી કરનારા યૂઝર્સને માઇજીયો એપ પર 100 રૂપિયાનું ઇન્ટરનેટ ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ઓફર 1થી 15 જૂન,2018 સુધીની છે.

જીયો ફરી એકવાર નવા પ્રીપેડ ઓફરની સાથે પાછું આવ્યું છે. આને વેકેશનમાં ખાસ લોન્ચ કરવામાં આવ્યું છે. જેના કારણે તમે રજાઓમાં ક્યાંય પણ જાવ તો આનો લાભ મેળવી શકો છો. કંપનીએ હોલિડે સીઝનમાં તેને લોન્ચ કર્યો છે અને તેના લીધે આ ઓફરને હોલિડે હંગામાનું નામ આપ્યું છે.

કઇ રીતે મેળવી શકશોજે જિયો એપ દ્વારા રિચાર્જ કરશે તેને આ પ્રીપેડ યુઝર્સને 50 રૂપિયાનું કેશબેક વાઉચર મળશે. બીજું, જિયો એપ પર ફોન પે દ્વારા જો તમે પેમેન્ટ કરો છો તો ફરી તમને 50 રૂપિયાનું કેશબેક મળશે. કંપનીની આ ઓફર મર્યાદિત સમય માટે જ છે અને 15 જૂન, 2018 સુધી જ તેનો લાભ ઉઠાવી શકાશે. નવી ઓફરમાં જિયોની અનલિમિટેડ મંથલી સર્વિસીસ ઓફર માત્ર 100 રૂપિયામાં મળશે જે અંતર્ગત 1.5 જીબી ડેટા રોજ મળશે.

રિલાયન્સ જિયોની 399 રૂપિયાની ઓફર ત્રણ મહિના માટે હોય છે. તેવી સ્થિતિમાં જો 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટને ઘટાડી દો તો આ માત્ર 299 રૂપિયા ખર્ચવા પડે. આ હિસાબથી માસિક ખર્ચ ગણશે તો એક પ્રીપેડ યુઝરને મહિને 100 રૂપિયા જ ખર્ચ કરવો પડશે.