newsdog Facebook

વિરાટ મશીન નથી કે તેમાં ફ્યુઅલ ભરી દઈએ : શાસ્ત્રી

Sardargurjari 2018-05-25 18:35:00
વિરાટ મશીન નથી કે તેમાં ફ્યુઅલ ભરી દઈએ : શાસ્ત્રી વિરાટના ન રમવાથી સરે ક્રિકેટ ક્લબને થઈ શકે છે મોટુ આર્થિક નુકસાન : દર્શકોએ રીફંડની માંગણી શરુ કરી 26/05/2018 00:05 AM Send-Mail Tweet
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનુ સમર્થન કરતા જણાવ્યુ હતું કે, તે કોઈ મશીન નથી એક માણસ છે. કોહલી ગળાના ભાગે થયેલ ઈજાના કારણે ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવાનો નથી. ત્યારે રવિ શાસ્ત્રીએ જણાવ્યુ હતું કે વિરાટે કાઉન્ટી ક્રિકેટમાં ન રમવાનો નિર્ણય ઈજાના કારણે લેવો પડયો છે તે કોઈ મશીન નથી, તે એક માણસ છે અને માણસને ઈજા થઈ શકે છે. વિરાટ કોઈ મશીન નથી કે તેમાં પેટ્રોલ ભરી દો અને તે ચાલુ થઈ જાય. આવુ કોઈપણ વ્યક્તિ સાથે કરી શકાય નહીં. બીજીબાજુ સરે ક્રિકેટ ક્લબ દ્વારા નિવેદન જાહેર કરાયુ છે કે આ સીઝનમાં વિરાટ કોહલી ક્લબનુ પ્રતિનિધિત્વ કરી શકશે નહીં.

આ અંગે તેમના સત્તાવાર પેજ પર એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યુ છે કે અમને રીફંડ મળવુ જોઈએ. કારણકે અમે વિરાટ કોહલીને રમતો જોવા માટે ટિકિટ ખરીદી હતી અન્ય કોઈને નહીં. એટલુ જ નહીં વિરાટ કોહલીના ન રમવાથી સરે ક્રિકેટ ક્લબને આર્થિક નુકસાન થવાની શક્યતા છે. સરે ક્રિકેટ ક્લબના ડાયરેક્ટર એલેક સ્ટીવર્ટે જણાવ્યુ હતું કે એ ખૂબ જ દુઃખદ છે કે વિરાટ જુનમાં અમારી ક્લબનુ પ્રતિનિધિત્વ નહીં કરી શકે. પરંતુ આપણે સમજવુ જોઈએ કે તેને ઈજા થઈ છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમના નિર્ણયનુ આપણે સમ્માન કરવુ જોઈએ.

મહત્વનુ છે કે વિરાટ કોહલીની તપાસ માટે મુંબઈની એક હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારબાદ જાહેરાત કરાઈ હતી કે કોહલી કાઉન્ટી ક્રિકેટમાં રમી શકશે નહીં. તેમજ આગામી ૧૫ જુને બેંગ્લુરુમાં તેનો ફિટનેસ ટેસ્ટ થશે જેના આધારે એ નક્કી કરાશે કે તે ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભારતીય ટીમનો ભાગ હશે કે નહીં.