newsdog Facebook

કુમારસ્વામીએ વિધાનસભામાં હાંસલ કર્યો વિશ્વાસ મત, કહ્યું,”5 વર્ષ પૂર્ણ કરશે અમારી સરકાર”

Sambhaav News 2018-05-25 17:15:30

બેંગલુરૂઃ કર્ણાટકમાં ત્રણ દિવસ જૂની એચ. ડી કુમારસ્વામી સરકારે ભાજપનાં ધારાસભ્યોનાં બહિર્ગમનની વચ્ચે આજે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કરી લીધો છે. જદ (સે) કોંગ્રેસ ગઠબંધનનાં ધારાસભ્યો અને અન્ય વિધાયકોની ઉપસ્થિતિમાં કુમારસ્વામી સરકાર પ્રત્યે વિશ્વાસ પ્રસ્તાવને ધ્વનિ મતથી સ્વીકાર કરી લેવામાં આવેલ છે. ત્યાં જ બીજી બાજુ ભાજપનાં ધારાસભ્યોએ વિશ્વાસ મતથી ઠીક પહેલાં સદનમાંથી બહિર્ગમન કરેલ છે.

વિપક્ષનાં નેતા બી એસ યેદિયુરપ્પાએ કુમારસ્વામી પર નિશાન સાધતા કહ્યું કે સત્તારૂઢ ગઠબંધન “અપવિત્ર” છે. કુમારસ્વામીએ પોતાનાં ભાષણમાં જણાવ્યું કે તેઓની સરકાર દરેક વર્ગોને સાથે લઇને ચાલશે અને વિપક્ષનાં સૂચનોને ધ્યાનમાં રાખવામાં આવશે.

5 વર્ષ પૂર્ણ કરશે સરકારઃ કુમારસ્વામી
વિશ્વાસમત હાંસલ કર્યા બાદ કુમારસ્વામીએ કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસ JDS ગઠબંધન સરકાર પોતાનો 5વર્ષનો કાર્યકાળ જરૂરથી પૂર્ણ કરશે. તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું કે તેઓને એ વાતની વિશેષ જાણકારી પણ છે કે તેઓ બહુમતવાળી સરકાર નથી ચલાવી રહ્યાં. તેઓએ જણાવ્યું કે અમે લોકો 5 વર્ષથી સરકાર સ્થાયી સરકાર કરી દેશું.

અમે જનતા માટે કામ કરીશું. કેમ કે અમે અહીં અમે વ્યક્તિગત હિત સાધવા માટે નથી આવ્યાં. કુમારસ્વામીએ કહ્યું કે JDS પ્રમુખ અને પૂર્વ પ્રધાનમંત્રી એચ ડી દેવગૌડા પર એક જાતનો ધબ્બો લાગ્યો છે.

જ્યારે ગઠબંધનની સરકાર બનાવવા માટે તેઓએ 2006માં ભાજપ સાથે હાથ મિલાવ્યો પરંતુ તેઓને આ દાગ હવે ધોઇ નાખ્યો છે. તેઓએ વધુમાં એમ પણ કહ્યું કે સરકાર ખેડૂતોનું ઋણ માફ કરવા માટે પ્રતિબદ્ધ છે જેમ કે ચૂંટણી દરમ્યાન એવો વાયદો પણ કર્યો હતો.