newsdog Facebook

રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીનું સમર્થન કરતા આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું…

Sandesh 2018-05-25 16:05:00

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું સમર્થન કરતા કહ્યું કે તે કોઈ મશીન નથી, એક માણસ છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ગાળામાં ઈજાના કારણે ઈગ્લીશ કાઉન્ટી ક્રિકેટ નહીં રમી શકે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કુંતી ક્રિકેટ નહીં રમવાની જાણકારી શેર કરી હતી.

કોચ રવિ શાસ્ત્રીએ એક સમાચારમાં જણાવ્યું કે, ‘વિરાટને કાઉન્ટી ક્રિકેટ નહીં રમવાનો નિર્ણય ઈજા હોવાના કારણે લેવો પડ્યો હતો. તે કોઈ મશીન નથી, એક માણસ છે. આ કોઈ એવો કેસ નથી કે તેમાં રોકેટ ફ્યુલ ભરી દે અને પાર્કમાં લાગી જાય. કોઈ ટોપ ડોગ સાથે પણ આવું નથી કરવામાં આવતું કે રોકેટ ફયુલ ભરી દેવામાં આવે.

સરે ક્રિકેટ ક્લબે જ્યારે નિવેદન આપીને જણાવ્યું કે વિરાટ આ સીઝનમાં તેમના ક્લબનો પ્રતિનિધિત્વ નહીં કરી શકે, તો ક્લબના આ અધિકારીક પેજ પર યુઝર્સે કોમેન્ટ પોસ્ટ કરી- ‘તેમને રિફંડ મળવા જોઈએ જેમણે વિરાટ કોહલીને રમતા જોવા માટે ટિકિટ ખરીદી છે. આ તો સ્પષ્ટ છે કે વિરાટનું કાઉન્ટી ક્રિકેટ નહીં રમવાથી સરેને રેવન્યુમાં નુકસાન થશે.

BCCIના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ કહ્યું કે, આરસીબી અને હૈદરાબાદ વચ્ચે બેંગ્લુરૂમાં 17 મેના રોજ યોજાયેલી આઈપીએસલની 51મી મેચ વખતે વિરાટ કહોલીને ગળામાં ઈજા થઈ હતી. કોહલીને જૂન મહિનામાં સરે તરફથી કાઉન્ટી ક્રિકેટમાં રમવાનું હતું પરંતુ તે ઈજાને કારણે બહાર થઈ ગયો છે.

BCCIની મેડિકલ ટીમના આંકલન, સ્કેન અને સ્પેશિયાલિસ્ટ સાથે મુલાકાત બાદ આ નિર્ણય કરાયો છે. ભારતીય કેપ્ટન હવે BCCIની મેડિકલ ટીમના માર્ગદર્શનમાં રિહેબિલિટેશનની પ્રક્રિયામાંથી પસાર થશે.

તે ટ્રેનિંગ શરૂ કરશે અને તે પછી 15 જૂને બેંગ્લુરૂની નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ પરીક્ષણ થશે. ચૌધરીએ કહ્યું કે, BCCIની મેડિકલ ટીમને ભરોંસો છે કે, આયરલેન્ડ અને ઇંગ્લેન્ડના ભારતના આગામી પ્રવાસ પહેલાં કોહલી ફિટનેસ મેળવી લેશે.