newsdog Facebook

રોહિત શર્મા પછી હવે વિરાટે પણ કર્યું કંઇક આવું…, જુઓ Video

Sandesh 2018-05-24 17:01:00

ઇન્ડીયા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારના રોજ કહ્યું કે તેઓ ઇન્ડીયન પ્રીમિયર લીગના હાલના સત્રમાં RCBના નોકઆઉટમાં જગ્યા ન બનાવી શક્યાના કારણે માફી માંગું છું.

તેમણે કહ્યું કે તેમની ટીમ આવતા સીઝનમાં વાપસી કરશે. RCBની ટીમ 14માંથી 8 મેચ ગુમાવ્યા પછી 8 ટીમોના પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર હતી. તમને જાણવી દઈએ કે આ પહેલા રોહિત શર્માએ પણ ખરાબ પ્રદર્શન માટે MIના ફેન્સથી માફી માંગી હતી.

ટીમની નબળી બોલિંગ આક્રમણ અને બેટ્સમેનમાં નિરંતરતાના અભાવના કારણે ભુગતાન કરવું પડ્યું હતું જે કોહલી અને ડીવિલિયર્સ પર વધારે નિર્ભર હતું. કોહલીએ ટ્વિટર પર પોસ્ટ કરેલા વિડીયોમાં કહ્યું કે, ‘અમે નિર્ણયો પોતાના પક્ષમાં ન કરી શક્યા અને અમને આ સીઝનમાં પોતાના પર વધુ ગર્વ નથી.

અમે જેવી રીતે રમ્યા તેનાથી મને ખુબ પીડા થઇ છે… પ્રશંસકોની આશા પર ઉભા ન રહી શક્યા તે માટે હું માફી માંગું છું.