newsdog Facebook

Chhattisgarh ના સુકમા જીલ્લામાં નક્સલી હુમલો, બોમ્બ વિસ્ફોટમાં ૯ જવાનો શહીદ

Vishva Gujarat 2018-03-13 16:52:47

આજે નક્સલવાદીઓએ ફરી એકવાર સુરક્ષા દળોને પોતાનું નિશાન બનાવ્યુ. Chhattisgarh ના સુકમા જીલ્લામાં બોમ્બ બ્લાસ્ટમાં સીઆરપીએફના 9 જવાન શહીદ થયાં અને 4 જવાનો ઘાયલ થયાં છે. આ હુમલો સુકમા જીલ્લાના કિસ્ટારામ વિસ્તારમાં થયો હતો.

નક્સલવાદીઓએ ટેકનોલોજીનો ઉપયોગ કરતા લેંન્ડમાઈન્ડ દ્વારા વિસ્ફોટ કર્યો હતો. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી જેમાં 6 જવાન ઘાયલ થયાં અને જવાનોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુંસાર લગભગ 100 જેટલા નક્સલવાદીઓએ ભેગા થઇ આ હુમલાને અંજામ આપ્યો હતો. નક્સલવાદીઓએ IED પ્રુફ વિહિલકને જ બ્લાસ્ટ કરી ઉડાવી મુક્યું હતું.

સીઆરપીએફની 212મી બટાલિયન, નક્સલ પ્રભાવિત સુકમાના કિસ્તરામ વિસ્તારમાં સર્ચ ઓપરેશન માટે જઈ રહી હતી તે દરમિયાન જ નક્સલવાદીઓએ ઘાત લગાવીને તેમના પર હુમલો કર્યો હતો. લગભગ બપોરે 12 વાગ્યાની આસપાસ આ હુમલો કરવામાં આવ્યો હતો.

નક્સલ વિરોધી અભિયાનના સ્પેશિયલ ડીજી ડીએમ અવસ્થીએ જણાવ્યું હતું કે, એક પેટ્રોલિંગ પાર્ટીની બુલેટપ્રુફ ગાડીમાં કિસ્તરામથી પોલાદી જઈ રહ્યાં હતાં. તે દરમિયાન જ રસ્તામાં નક્સલવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. ઘટનાની જાણકારી મળતાની સાથે જ વધારાની ફોર્સ ઘટનાસ્થળ પર રવાના કરવામાં અવી છે. અવસ્થીના જણાવ્યા પ્રમાણે હાલ ગોળીબાર બંધ છે.

નક્સલ વિરોધી અભિયાનના સ્પેશિયલ ડીજી ડીએમ અવસ્થીએ જણાવ્યું હતું કે, ‘નક્સલવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો અને ઘટનાની જાણકારી મળતાની સાથેજ ફોર્સ ને ધટના સ્થળ પર રવાના કરવામાં આવી હતી. હાલની સ્થિતિમાં ગોળીબાર બંધ છે’

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ સોમવારે જ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં મોટરસાઈકલ પર ફર્યાં હતાં. તેના બીજા જ દિવસે નક્સલવાદીઓએ આ હુમલો કર્યો છે.