newsdog Facebook

હું પૈસા માટે ઈન્ડસ્ટ્રીમાં નહતી આવી : રાની

Sardargurjari 2018-03-13 00:03:00
હું પૈસા માટે ઈન્ડસ્ટ્રીમાં નહતી આવી : રાની 13/03/2018 00:03 AM Send-Mail Tweet
બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જી આજકાલ પોતાની આગામી ફિલ્મ હિચકીના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન દરમિયાન તેને બોલીવુડમાં હિરો અને હિરોઈનોને યોગ્ય વળતર ન મલવા અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો. અઆા અંગે રાનીએ જણાવ્યુ કે, જેમને એક્ટિંગ પણ નથી આવડતી તે પણ આજકાલ પૈસા અંગેની વાત કરે છે.

રાનીએ જણાવ્યુ કે, હું પૈસા માટે આ ઈન્ડસ્ટ્રીમાં નહતી આવી. હું ખુશ રહેવા માંગતી હતી. મારા માતા-પિતા મારા પૈસાનો હિસાબ રાખતા હતા. આજકાલ જેમને એક્ટિંગ કરતા પણ નથી આવડતી તેઓ પણ વળતરમાં સમાનતાની વાત કરે છે. તમારે તમારી ફિલ્ડમાં સારુ કરવાની જરુર છે, પૈસો આપમેળે આવતો રહેશે. રાની મુખર્જીએ જણાવ્યુ કે, તે પોતાના પતિ આદિત્ય ચોપરાના કામમાં દખલગીરી નથી કરતી.

રાનીએ જણાવ્યુ કે, મારા એચીવમેન્ટ્સ મારા છે અને તેમના (આદિત્ય) એચીવમેન્ટ્સ તેમના છે. હું તેમની ફિલ્મોનો ભાગ રહી ચુકી છું. મેં તેમના પ્રોડક્શનમાં યોગદાન આપ્યુ છે, પરંતુ કંપની તેમની અને તેમના પપ્પાની છે.