newsdog Facebook

નવી કારમાં જૂના નંબરની ઈચ્છા ૫ હજારમાં પૂરી થશે

Sardargurjari 2018-03-13 00:03:00
ટ્રાન્સપોર્ટ વિભાગ લાવ્યુ નવી સ્કિમ નવી કારમાં જૂના નંબરની ઈચ્છા ૫ હજારમાં પૂરી થશે નવા ટુવ્હિલરમાં જૂનો નંબર રાખવા માટે ૫૦૦ રૂપિયા ફી લાગશે : ઓનલાઈન અરજી કરીને મેળવાશે નંબર 13/03/2018 00:03 AM Send-Mail Tweet
પોતાની કાર અથવા બાઈકના જૂના નંબરને જ નવા બાઈક અથવા કારમાં યથાવત રાખવા માંગતા હોય તો તે હવેથી શક્ય બનશે. આ માટેનુ એક પ્રપોઝલ ટ્રાંસપોર્ટ ડિપાર્ટમેન્ટે ફાઈલ કર્યુ છે. જે અંતર્ગત ખૂબ જ સરળતાથી અરજી અને પેમેન્ટ કરીને નવી ગાડી માટે જૂનો નંબર મળી શકશે. આ પ્રપોઝલ આગામી બુધવારે મળનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. ટ્રાંસપોર્ટ ડિપાર્ટમેન્ટે જૂનો નંબર ફરી મેળવવા માટે કેટલીક ફી નક્કી કરી છે અને તેમજ કેટલીક શરતોનુ પાલન કરવાનુ રહેાશે.

સૂત્રોન જણાવ્યા મુજબ કારનો જૂનો નંબર ફરી મેળવવાની પ્રોસેસીંગ ફી ૫ હજાર રુપિયા નક્કી કરવામાં આવી છે જ્યારે ટુ વ્હિલર માટે આ ફી માત્ર ૫૦૦ રૃપિયા હશે. ઓનલાઈન અરજી કર્યા બાદ ફી સ્લીપ જનરેટ થશે. ફીને લઈને મોટાપાયે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ટુ વ્હિલર માટે ૫૦૦ રૃપિયાની પ્રોસેસીંગ ફી માટે તમામ અધિકારીઓ એકમત હતા. પરંતુ ટુ વ્હિલર માટેની પ્રોસેસીંગ ફી હજાર રૃપિયા રાખવી કે પાંચ હજાર તેને લઈને વિવાદ હતો. અંતે ૫ હજાર રૃપિયાની પ્રોસેસીંગ ફી નક્કી કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટનું કહેવુ છે કે આ અંગે અત્યારે લોકોને કોઈ માહિતી નથી, જેથી રોજની માંડ ૫થી ૭ અરજીઓ આવે છે. પરંતુ આ સ્કિમ શરૃ થયા બાદ સરળતાથી ઓનલાઈન અરજી કરીને નવી ગાડીમાં પણ પોતાનો જૂનો નંબર ચાલુ રાખી શકાશે. ટ્રાંસપોર્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર નંબર માટે અરજી કર્યા બાદ પેમેન્ટનુ ઓપ્શન આવશે, પેમેન્ટ પર ક્લીક કરતા એક સ્લીપ જનરેટ થશે અને તમારો નંબર રજીસ્ટર્ડ થઈ જશે. ત્યારબાદ આ નંબરને વાહન ડિલર પાસે લઈ જવાનો રહેશે. ડિલર આ નંબરને આરટીઓમાં ફીડ કરશે અને ત્યારબાદ તમારા માટે તે નંબર જનરેટ થશે.