newsdog Facebook

નિર્જીવ દીવાલોને જીવંત કરવા ટ્રાય કરો ટેટૂ આર્ટ

Sardargurjari 2018-03-13 00:03:00
નિર્જીવ દીવાલોને જીવંત કરવા ટ્રાય કરો ટેટૂ આર્ટ ટેટૂ આર્ટમાં સંસ્કૃત મંત્રથી લઇને તમારૂં કે તમારી મનગમતી વ્યક્તિનું પોટ્રેટ પણ તમે દીવાલ પર ડ્રો કરાવી શકો છો 13/03/2018 00:03 AM Send-Mail Tweet
ઘરના સુશોભનમાં ઘરની દીવાલો બહુ મહત્વનો ભાગ ભજવે છે. આજકાલ દીવાલોને સજાવવા માટે નવા-નવા કલર, નવા પ્રકારના પેઇન્ટ્સ, વોલ-પેઇન્ટિંગ્સ અને નવી-નવી ટેક્નિકો નીકળી છે જેમાં વોલપેપર સૌથી વધારે પ્રચલિત છે. આજથી તારીખમાં ઘરની દીવાલ સજાવવાની વાત આવે તો એમાં વોલપેપરનો સૌથી અહમ રોલ હોય છે, પણ હવે દીવાલ સજાવવા વોલપેપરને ટક્કર મારતી એક નવી ટેક્નિક આવી ગઇ છે. એ છે ટેટૂ આર્ટ ઓન વોલ. ટેટૂ શબ્દ આવતા આપણા મગજમાં એક જ વાત એ કે ટેટૂ તો માત્ર બોડી પર થાય. હા, તમે જે પણ ટેટૂની ડિઝાઇન તમારા શરીર પર કરો છો એ જ ટેટૂની ડિઝાઇન તમે તમારા ઘરની દીવાલો પર પણ કરી શકો છો.

ટેટૂ આર્ટ ઓન વોલ આજકાલ ટેટૂ આર્ટ ઓન વોલ બહુ ફેમસ છે. એ તમારા ઘરની દીવાલને એક નવું રૂપ આપીને ઘરની શોભા વધારવામાં મદદ કરે છે. દીવાલોને સજાવવા માટે વોલપેપર અને વોલ-પેઇન્ટિગ્સ હવે આઉટડેટેડ થઇ રહ્યાં છે. આ પારંપારિક હોમ ડેકોરની સ્ટાઇલની જગ્યા હવે ટેટૂ આર્ટે લઇ લીધી છે જે નિર્જીવ દીવાલોને જીવંત કરે છે. ટેટૂ આર્ટને બારીકાઇથી કરવામાં આવે છે. ટેટૂ આર્ટને જેમ બોડી પર કરવામાં આવે છે એવી રીતે દીવાલો પર પણ કરવામાં આવે છે. બસ, ફરક એટલો છે કે દીવાલોમાં ટેટૂ કરવા માટે વપરાતી ઇન્ક અને મશીન અલગ હોય છે. બીજું, એને કરવાની રીત પણ અલગ હોય છે. દીવાલમાં ટેડૂ આર્ટ સ્ટિકર અથવા તો પેઇન્ટથી કરવામાં આવે છે. વોલપેપર વર્સિસ ટેટૂ આર્ટ વોલપેપર અને ટેટૂ આર્ટમાં બહુ ફરક છે. સૌથી મોટો ફરક એ છે કે ટેટૂ આર્ટ દીવાલના અમુક ભાગ પર જ થાય છે જ્યારે વોલપેપર દીવાલની શરૂઆતથી લઇને એન્ડ સુધી હોય છે. બીજું, વોલપેપર રેડી મળે છે જેને તમારે માત્ર લાવીને દીવાલમાં ચિપકાવવાનું જ હોય છે. આમાં પણ સ્ટિકર હોય છે, પણ એ આખી દીવાલ માટે નથી હોતાં, દીવાલના અમુક ભાગ માટે જ હોય છે. વોલપેપરમાં તમે તમારી રીતે કસ્ટમાઇઝ નથી કરી શકતા, જ્યારે ટેટૂ માટે તમારે આર્ટિસ્ટને બોલાવવો પડે છે જે તમારા હિસાબે દીવાલ પર ડિઝાઇન બનાવી આપે છે.

ટેટૂ આર્ટના પ્રકાર ટેટૂ આર્ટના ત્રણ પ્રકાર છે. વિનાઇલ ફિલ્મ ટેટૂ આર્ટમાં વિવિધ પ્રકારના સ્ટિકર આવે છે. તમને જે ડિઝાઇન ગમે એને મશીનમાં નાખીને કાપીને એને શેપ આપે છે અને પછી એને દીવાલ પર ચીપકાવે છે. આ જે સ્ટિકર ચિપકાવવાની રીતે છે એને ડીકેલ કહેવામાં આવે છે. બીજા પ્રકારમાં સ્ટેન્સિલ્સથી પણ તમે ટેટૂ આર્ટ કરી શકો છો. આપણે જ્યોમેટ્રીમાં જે સ્ટેન્સિલનો ઉપયોગ કરતાં હતાં એવી વિવિધ પ્રકારની ડિઝાઇનની સ્ટેન્સિલ આવે છે જેને દીવાલ પર લગાવી એના પર પેઇન્ટ કરવામાં આવે છે. પેઇન્ટ કર્યા પછી એ સ્ટેન્સિલને કાઢી લેવામાં આવે છે અને દીવાલ પર જે ડિઝાઇનની સ્ટેન્સિલ હોય છે એ ડિઝાઇન પેઇન્ટ થઇ જાય છે. ટેટૂને દીવાલ પર કરવાની બીજી પણ એક રીત છે એ છે આર્ટિસ્ટ બેઝ્ટ ટેટૂ આર્ટ, જેમાં ટેટૂ આર્ટિસ્ટ તમારી મનગમતી ડિઝાઇનને દીવાલ પર પેઇન્ટ કરે છે. આ બધા પ્રકારમાં આર્ટિસ્ટ દ્વારા કરવામાં આવતું ટેટૂ અને સ્ટેન્સિલ દ્વારા કરાવવામાં આવતી ટેટૂ આર્ટ લોન્ગલાસ્ટિંગ છે જે ક્યારેય દીવાલ પરથી ઊખડતી નથી. એને ઉખાડવા માટે તમારે દીવાલને પાછી પેઇન્ટ કરવી પડે વિનાઇલ ટેટૂ આર્ટ છે એ શોર્ટ ટર્મ માટે છે, કેમ કે આ એક સ્ટિકર છે એટલે એને તમે જ્યારે જોઇએ ત્યારે ઉખેડીને એના પર બીજી ડિઝાઇન ચીપકાવી શકો છો. એ ઉકેળવા જતાં તમારી દીવાલના પેઇન્ટિંગને કોઇ નુકસાન નહીં થાય. ટેટૂ આર્ટ ટાઇમ-કન્ઝ્યુમિંગ પણ છે. ટેટૂ આર્ટ કરતાં તમને વધારેમાં વધારે ચાર કલાક લાગે છે. ડિઝાઇન ટેટૂ આર્ટમાં અત્યારે ઓર્ગેનિક થીમ બહુ ફેમસ છે. એ સિવાય સંસ્કૃત મંત્ર, ભગવાનના ટેટૂ, પ્રાણીઓની ડિઝાઇન વગેરે કરાવી શકો છો. ટેટૂ આર્ટને તમે તમારી રીતે કોઇ પણ ડિઝાઇન કરાવી શકો છો. તમે કોઇ વ્યક્તિનું પ્રોટ્રેટ પણ બનાવી શકો છો. એની કિંમતની વાત કરીએ તો દરેક ફુટના રૂા. ૧૦૦ છે. આર્ટિસ્ટ દ્વારા ડે ડિઝાઇન બનાવવામાં આવે છે એની કિંમત ફુટના રૂા. ૩૦૦ છે.