newsdog Facebook

દાહોદમાં ધો.૧૦નું ગજરાતી પેપર ફૂટી જતા ચકચાર

Sardargurjari 2018-03-13 00:03:00
M&P સ્કૂલના સંચાલકોની સંડોવણીની આશંકા દાહોદમાં ધો.૧૦નું ગજરાતી પેપર ફૂટી જતા ચકચાર મામલતદારની ટીમે દરોડા પાડી શાળાના એક રૂમમાં તપાસ કરતાં ઝેરોક્ષ મશીનની બાજુમાંથી પેપર મળ્ય 13/03/2018 00:03 AM Send-Mail Tweet
આજથી શરુ થયેલ ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ દાહોદમાં પેપર ફુટવાનો ચોંકાવનારો મામલો સામે આવતા ખળભળાટ મચ્યો છે. કલેક્ટરને મળેલી બાતમીના આધારે તેમની સુચનાથી મામલતદારે એમએન્ડપી હાઈસ્કુલના રુમના તાળા તોડી તપાસ કરતા ઝેરોક્ષ મશીન પાસેથી ધોરણ-૧૦માં ચાલી રહેલ ઉકેલાયેલ પેપરના ટુકડા મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.

દાહોદની એમએન્ડપી સ્કુલમાં ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાના પેપરમાં ચોરી થતી હોવાની મળેલ બાતમીના આધારે કલેક્ટરે મામલતદારને સુચના આપી હતી. આજે ધોરણ-૧૦માં ગુજરાતીનુ પેપર લેવામાં આવી રહ્યુ હતું. ત્યારે મામલતદારે સ્કુલમાં જઈને તપાસ હાથ ધરતા શાળાના એક રુમને તાળા મારેલ હતા. મામલતદારે આ રુમનુ તાળુ ખોલવાનો પ્રયત્ન કરતા શાળા સંચાલકોએ આનાકાની કરી હતી. જેને લઈ મામલતદારે પંચનામુ કરાવી રુમનુ તાળુ તોડયુ હતું.

તાળુ તોડતા અંદર ઝેરોક્ષ મશીનની બાજુમાંથી ધોરણ-૧૦માં ચાલી રહેલ ગુજરાતીના ઉકેલાયેલા પેપરના ટુકડાઓ મળી આવ્યા હતા. જેને જોઈ ખૂદ અધિકારી પણ ચોંકી ઉઠયા હતા. તેમજ પેપર ફુટયુ હોવાનુ સામે આવતા શિક્ષણ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. પરીક્ષાના પ્રથણ દિવસે જ પેપર ફુટયાની ઘટનાને લઈ શિક્ષણ તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે. તેમજ આ પ્રકારે પરીક્ષામાં થઈ રહેલ ગોલમાલથી હોશિયાર વિદ્યાર્થીઓને સીધુ નુકસાન થઈ રહ્યુ છે. શિક્ષણ બોર્ડ દ્વારા અત્યારે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.