newsdog Facebook

અમીબેન યાજ્ઞિકને ટિકિટ અપાતા મહિલા કોંગ્રેસમાં ભડકો

Sardargurjari 2018-03-13 00:03:00
અમીબેન યાજ્ઞિકને ટિકિટ અપાતા મહિલા કોંગ્રેસમાં ભડકો મહિલા કોંગી પ્રમુખ સોનલબેન પટેલનું સમર્થકો સાથે રાજીનામું 13/03/2018 00:03 AM Send-Mail Tweet
કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પોતાના કોટાની બે બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. મોહનસિંહ રાઠવા અને અમીબેન યાજ્ઞિાકે આજે પોતાના ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધા છે. ત્યારે અમીબેન યાજ્ઞિાકને રાજ્યસભાની ટિકિટ આપવાને લઈને કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે.

અમીબેન યાજ્ઞિાકને ટિકિટ આપવાને લઈ મહિલા કોંગ્રેસે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે. એટલુ જ નહીં મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે આ બાબતના વિરોધમાં પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. સોનલબેન પટેલ ઉપરાંત મહિલા કોંગ્રેસના અન્ય હોદ્દેદારો પણ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યુ છે. સોનલબેન પટેલે આક્ષેપ કર્યો છે કે અમીબેન યાજ્ઞિાકને રાજ્યસભાની ટિકિટ આપવામાં મહિલા પ્રદેશ કોંગ્રેસને વિશ્વાસમાં લેવામાં આવી નથી. તેમજ અન્ય હોદ્દેદારોને નજરઅંદાજ કરીને મનમાની રીતે અમીબેન યાજ્ઞિાકને ટિકિટ આપી દેવામાં આવી છે.

સોનલ પટેલનુ કહેવુ છે કે, અમીબેન યાજ્ઞિાકનું કોંગ્રેસમાં કોઈપણ યોગદાન નથી તેમ છતા તેમને ટિકિટ અપાઈ છે. જ્યારે અમારા જેવા પક્ષ માટે સતત કામ કરતા લોકોની અવગણના કરવામાં આવી છે. મહત્વનુ છે કે કોંગ્રેસમાં રાજ્યસભાની ટિકિટને લઈને પહેલાથી જ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યુ છે. આ પહેલા છેલ્લી ઘડી સુધી દિપક બાબરીયાનુ નામ ફાઈનલ મનાઈ રહ્યુ હતું. જોકે અંતિમ સમયે તેમનુ નામ કપાયુ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ઇચ્છા આગામી ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં જાતિ, જ્ઞાાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવાની હતી. જોકે હાઈકમાન્ડે તેમની વાત નજરઅંદાજ કરી છે.