newsdog Facebook

'સરદાર ગુર્જરી'ની વેબ સાઈટની થીમ પરની કેક સાથે જન્મ દિનની ઉજવણી

Sardargurjari 2018-03-12 18:33:00
'સરદાર ગુર્જરી'ની વેબ સાઈટની થીમ પરની કેક સાથે જન્મ દિનની ઉજવણી 13/03/2018 00:03 AM Send-Mail Tweet
જન્મદિનની ઉજવણીને યાદગાર બનાવવા માટે અવનવા નુસખા અપનાવવામાં આવતા હોય છે. તેમાંયે હવે સ્કીલ યુવાઓ દ્વારા જન્મ દિવસ કાયમ માટે સંભારણું બની રહે તે પ્રકારેની કેક સાથે પાર્ટીનું આયોજન કરતા હોય છે. 'સરદાર ગુર્જરી'ના ઉમરેઠના પ્રતિનિધિ વિવેક દોશીના જન્મદિનની ઉજવણી 'વી ધ નાઇન' ગૃપ દ્વારા અનોખી રીતે આણંદ ખાતે કરવામાં આવી હતી.

આ પ્રસંગે જન્મ દિવસની કેક 'સરદાર ગુર્જરી'ની વેબ સાઈટની થીમ હેઠળ અદ્દલોઅદ્દલ તૈયાર કરવામાં આવી હતી. વેબ સાઈટ પર મૂકાતા સમાચારની જેમ જ ‘વિવેક દોશીનો જન્મ દિવસ આણંદ ખાતે ઉજવાયો’ મથાળા હેઠળ સમાચાર લખવામાં આવ્યા હતા તેમજ વેબ સાઈટમાં ન્યુઝની લીન્ક હોય તે રીતે ‘વી ધ નાઈન’ ગૃપના તમામ સભ્યોએ વિવેક દોશી વિશે વન લાઈનર લખ્યું હતું,

કેક માટે ડિઝાઈન અને વેબસાઈટનું આબેહૂબ લેઆઉટ નિશાંત અને દીપા શાહે તૈયાર કર્યું હતું. કેક મેકર સાથે વિચાર વિમર્શ કરી મિતેષ અને ધરતી ભાવસારે કેકની ડિઝાઈનને અંતિમ ઓપ આપ્યો હતો. 'સરદાર ગુર્જરી'ની વેબસાઈટમાં હોય તે રીતે કેકમાં સમાચાર સ્વરૂપે ‘વી ધ નાઈન’ ગૃપના તમામ સભ્યો દર્શન અને પૂર્વિ શાહ, અંકિત અને સમીક્ષા શાહ, નિશાંત અને દિપા શાહ, તેમજ હિરેન (ટીકુ) અને પ્રિયા શાહ, હિરેન અને અર્પિતા શાહ તેમજ મિતેષ અને ધરતી ભાવસારે વિવેક દોશી ઉપર વન લાઈનર લખ્યા હતા. જેનું એડીટીંગ કરીને અખબારી સમાચારરૂપે બ્રિજેશ અને દિપ્તી શાહે અંતિમ ચિત્ર સ્પષ્ટ કર્યું હતું. મિત્રોની વચ્ચે જયારે કેક વિવેક દોશીની સામે લાવવામાં આવી ત્યારે તેઓ આબેહૂબ 'સરદાર ગુર્જરી'ની થીમ પરની કેક સ્ટાઇલ જોઇને અચરજમાં મૂકાઇ ગયા હતા. પોતે અખબાર સાથે જોડાયેલા હોવાની વાતને જન્મદિનને ઉજવણી સાથે અનોખી રીતે સાંકળી લેવા બદલ સૌ મિત્રોનો આભાર વ્યકત કર્યો હતો. ‘વી ધ નાઈન’ ગૃપના સુપર કીડ્સ વિદિત, દેવાંશ, તીર્થ, વૈશ્વી, નિત્યા, નૈર્વી તેમજ ઋતુ, જતન અને ધ્યાન, માહીરે વિવેક દોશીને સંભારણા સ્વરૂપે મોમેન્ટો ભેટ કરી હતી.