newsdog Facebook

આણંદમાંથી ત્રણ ઉમેદવારોએ ઝંપલાવતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો : જિલ્લાના ૧૩૫૮ મતદારો નિર્ણાયક ભૂમિકામાં

Sardargurjari 2018-03-12 18:33:00
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીને લઈને પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો આણંદમાંથી ત્રણ ઉમેદવારોએ ઝંપલાવતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો : જિલ્લાના ૧૩૫૮ મતદારો નિર્ણાયક ભૂમિકામાં ૨૮મીએ મતદાન બાદ ૩૦મીથી મતગણતરી હાથ ઘરાશે : બેલેટ પેપરથી મતદાન થશે અને રાજ્યસભાની તર્જ પર મતગણતરી હાથ ઘરાશે 13/03/2018 00:03 AM Send-Mail Tweet
ગુજરાત બાર કાઉન્સિલની આગામી ૨૮મી માર્ચના રોજ ચૂંટણીને યોજનાર છે જેને લઈને વકિલ આલમમાં ભારે ખેંચતાણ ચાલી રહી છે. આ વખતે આણંદ જિલ્લામાંથી જ ત્રણ ઉમેદવારોએ ઝંપલાવતા સમગ્ર ચૂંટણી જંગ ભારે રસપ્રદ થઈ પડ્યો છે. ઉમેદવારો દ્વારા પુરજોશમાં પ્રચાર અભિયાન હાથ ઘરી દેવામાં આવ્યું છે અને દરેક મતદારોને વ્યક્તિગત રીતે મળીને તેમને પોતાની તરફેણમાં મતદાન કરાવવા માટે રાજી કરવામાં આવી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આગામી પાંચ વર્ષ માટે ગુજરાત બાર કાઉન્સીલની ૨૫ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. આ વખતે ૫૦ હજાર જેટલા મતદારો ૯૯ ઉમેદવારોનુ ભાવિ નક્કી કરનાર છે. ચૂંટણીને આજે હવે ૧૫ જ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે ઉમેદવારો દ્વારા પ્રચાર અભિયાન પણ તેજ કરી દેવામા ંઆવ્યું છે. આણંદના ઉમેદવારો અન્ય શહેરોમાં તો અન્ય શહેરોના ઉમેદવારો આણંદમા આવીને મત માંગી રહ્યા છે જેને લઈને કોર્ટ સંકુલમાં ચૂંટણી લક્ષી વાતાવરણ થઈ જવા પામ્યું છે.

આણંદ જિલ્લામાં આ વખતે કુલ ૧૩૫૮ જેટલા મતદારો છે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ સનદ વેરીફીકેશન ફોર્મ મંજુર થયા બાદ કોર્ટોમાં રેગ્યુલર પ્રેક્ટિશ કરતા હોય તેવા જ વકિલોને મતાધિકાર આપવામાં આવ્યો છે. જેથી ગત વખતે જે ૭૫ હજાર જેટલા મતદારો હતા તે ઘટીને ૫૦ હજાર જેટલા મતદારો થઈ જવા પામ્યા છે. ૨૮મી તારીખના રોજ આણંદ જિલ્લાના આણંદ ડીસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે આણંદ સેન્ટરનું મતદાન થશે જેમાં ૭૧૩ મતદારો નોંધાયેલા છે. પેટલાદ અને સોજીત્રાનું સેન્ટર પેટલાદ રાખવામાં આવ્યું છે જેમાં ૨૦૮ મતદારો છે. ખંભાત અને તારાપુરનું ખંભાત ખાતે રાખવામાં આવ્યું છે જેમાં ૧૨૭, આંકલાવ અને બોરસદનું બોરસદ ખાતે જેમાં ૨૦૫ મતદારો અને ઉમરેઠ ખાતે ૧૦૫ મતદારો છે. આણંદ જિલ્લામાંથી એડવોકેટ સી. કે. પટેલ ઉપરાંત બિપીનચંન્દ્ર પી. પટેલ અને રીનાબેન પટેલે ચૂંટણીમાં ઝુકાવ્યું છે. ૨૮મીએ બેલેટ પેપર દ્વારા મતદાન થયા બાદ મતપેટીઓને ગુજરાત બાર કાઉન્સિલ ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં મતપેટીઓ એકત્ર કરીને ૩૦મી તારીખ બાદ તેની મતગણતરી હાથ ઘરવામાં આવશે એટલે બીજી તારીખ સુધીમાં પરિણામ આવી જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.