newsdog Facebook

શેરબજારમાં તેજીનું વાવાઝોડુ: 585 પોઈન્ટ ઉછળ્યો

Sanjsamachar 2018-03-12 18:59:00

રાજકોટ તા.12
મુંબઈ શેરબજારમાં આજે જોરદાર તેજી થઈ હતી. પસંદગીના શેરોમાં ધૂમ લેવાલીથી સેન્સેકસ 585 પોઈન્ટ ઉછળ્યો હતો.
શેરબજારમાં આજે માનસ તેજીનું હતું વિશ્ર્વ બજારોનાં પ્રોત્સાહક વલણ ઉપરાંત જીએસટી પ્રક્રિયામાં છુટછાટો જાહેર થઈ હોવાથી સારી અસર હતી. પંજાબ નેશનલ બેંકના કૌભાંડ પછી હવે સરકારે ગંભીરતાપૂર્વકના પ્રયાસો શરૂ કરતાં રાહત થઈ હતી., ભારતીય ફંડોની જંગી લેવાલીનો સારો પડઘો પડયો હતો.
શેરબજારમાં તેજીનું વલણ સર્જાતા મોટાપાયે વેચાણ કાપણી નીકળી હતી એટલે તેજી વધુ ઝડપી બની હતી. બજેટ પછી છેલ્લા સવા મહીનાથી બજાર ભાંગતું રહ્યું હતું અને તેમાં મંદીની પોઝીશન ઉભી થઈ હતી. આજે વેચાણ કાપણી પણ નિકળ્યાનાં સંકેત હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 585 પોઈન્ટ ઉછળીને 33892 હતો. જે ઉંચામાં 33898 તથા નીચામાં 33468 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 187 પોઈન્ટ ઉંચકાઈને 10414 હતો જે ઉંચામાં 10415 તથા નીચામાં 10295 હતો.
મુખ્ય શેરોમાં નેટવર્ક ઉંચકાઈને 53, જે.પી.એસો.15, રીલાયન્સ કેપીટલ 431, વકરાંગી 205, સેંચુરી 1188, વીડીયોકોન 14, શ્રેઈ ઈન્ફ્રા 81, જીઆઈસી 379, એમએમટીસી 48 હતો.આંધ્ર બેંક 35, આઈડીબીઆઈ 65, બજાજ હિન્દ 10, પીએફસી 88, વેલફોર્થ 158, ફયુચર ક્ધઝયુમર 50, નોકરી 1221 તથા ઓબીસી 88 હતા.
ડોલર સામે રૂપિયો 64.96 હતો. વાયમેકસ ક્રૂડ 61.76 ડોલર તથા બ્રેન્ટ ક્રુડ 65.70 ડોલર હતું.