newsdog Facebook

સુજલામ સુફલામ નહેર પણ બંધ કરી દેવાઈ, 210 કરોડનું કૃષિ ઉત્પાદન ખોયું

Khabarchhe 2018-03-11 20:21:00

નર્મદા બંધમાંથી દરિયામાં વહી જતાં પાણીમાંથી એક લાખ મીલીયન ક્યુબીક ફીટ પાણી વહન કરતી ઉત્તર ગુજરાતની સુજલામ સુફલામ નહેર એકાએક બંધ કરી દેવામાં આવી છે. આ નહેર સાબરકાંઠા અને અરવલ્લીના બાયડ આસપાસના 7 હજાર હેક્ટર પરનો કૃષિ પાકનું ઉત્પાદન ગુમાવવું પડશે. જેનો એક ઋતુ પાકની ઉત્પાદન કિંમત અંદાજે રૂ.210 કરોડ થવા જાય છે.

આમ એક સ્પ્રેડીંગ કેનાલમાં પાણી બંધ કરી દેવાતાં તેની ગુજરાતના અર્થતંત્ર પર કેવી વિપરીત અસર થાય છે તેનું આ એક માત્ર ઉદાહરણ છે. ખેડૂતોએ ઉનાળુ પાક વાવી દીધા બાદ ભાજપ સરકારે એકાએક આ નિર્ણય લીધો છે. જેથી ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. કોઈ નેતા મળે તો તેઓ આંદોલન કરવા તૈયાર બેઠા છે. કારણ કે તેમના માટે આ નહેર જીવાદોરી સમાન છે પણ ભાજપ માટે તે રાજકીય નહેર માત્ર છે.

ખેડૂતો ભાજપથી વિપરીત હોવાથી અહીં પાણી આપવાનું બંધ કરાયું હોવાનું પણ ખેડૂતો માની રહ્યાં છે. બાયક, ધનસુરા, તલોદ, પ્રાંતિજમાંથી આ નહેર પસાર થાય છે. નહેર બંધ થતાં શાકભાજી હવે ઓછા થશે તેની સીધી અસર શાકભાજીના ભાવ વધારા પર પડશે.