newsdog Facebook

જળ, જમીન અને અંતરીક્ષથી ભારતને મળશે સુરક્ષા, ચીનના પેટમાં તેલ રેડાયું

Gujarat Samachar 2018-03-11 02:00:00

- દેશની સુરક્ષા માટે બન્ને દેશ એકબીજાની સાથે ગુપ્તચર સંસ્થાઓની માહિતીની આપ લે કરશે
- સમુદ્રમાં નેવીના મથકોનો પણ બન્ને દેશ ઉપયોગ કરી શકશે, ચીનની તાકાતમાં ઘટાડો થશે

નવી દિલ્હી, તા. ૧૦ માર્ચ 2018, શનિવાર

ફ્રાંસ અને ભારત વચ્ચે સુરક્ષાનો એક મહત્વનો કરાર થયો છે, આ કરાર મુજબ હવેથી ફ્રાંસ અને ભારત એકબીજાની સાથે સંવેદનશિલ માહિતીઓની આપલે કરશે. ખાસ કરીને ગુપ્તચર સંસ્થાઓ એકબીજાની સાથે દેશની સુરક્ષા માટે આ માહિતીનું આદાન પ્રદાન કરશે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ અને ફ્રાંસના પ્રમુખના રાજકીય સલાહકાર ફિલિપ્પ એટિન વચ્ચે આ કરારો પર સહી કરવામાં આવી હતી. નશીલા પદાર્થોની તસ્કરીને રોકવામાં પણ આ કરાર મદદરુપ થશે.

સાથે અન્ય એક મહત્વનો કરાર બન્ને દેશ વચ્ચેના કુશળ કર્મચારીઓનો થયો છે. શૈક્ષણીક કુશળતાને ધ્યાનમાં રાખીને બન્ને દેશ એકબીજાના કુશળ કર્મચારીઓનો ઉપયોગ દેશના વિકાસ માટે કરી શકશે. આમ કરવાથી બન્ને દેશ વચ્ચે કુશળતાનું પણ આદાન પ્રદાન થશે અને તેનાથી વિકાસ કરવામાં મોટો ફાયદો થશે. સંવેદનશીલ માહિતીની આપ લે આતંકીઓના હુમલાથી બચવામાં મહત્વપૂર્ણ સાબીત થઇ શકે છે. આ ઉપરાંત જળ જમીન અને અંતરીક્ષની ભારતને સુરક્ષીત કરવામાં આ કરારો અતી મહત્વના સાબીત થઇ શકે છે. કેમ કે એકબીજાના જળ મથકોનો ઉપયોગ કરવા માટે પણ એક કરાર થયો છે. ચીન જેવા દેશોને જવાબ આપવામાં આ કરાર અતી મહત્વનો સાબીત થઇ શકે છે.

જળ જમીન અને સાથે અંતરીક્ષ મુદ્દે પણ મહત્વના કરારો થયા છે. અંતરીક્ષમાં બન્ને દેશોએ નજર રાખવા માટે જે પણ સેટેલાઇટ છોડી છે તેની માહિતી પણ બન્ને દેશો એકબીજાની સાથે આદાન પ્રદાન કરશે. ખાસ કરીને સમુદ્રમાં નજર રાખવા, ચાંચીયાગીરી રોકવા, ડ્રગ્સ તસ્કરીને પકડી પાડવા માટે આ માહિતી અતી મહત્વની સાબીત થશે. ચીન અનેક વખત જળ માર્ગેથી પણ ભારતમાં ઘુસણખોરી કરતુ આવ્યું છે જ્યારે પાકિસ્તાની આતંકીઓએ સમુદ્રી રસ્તેથી આવીને જ મંુબઇમાં આતંકી હુમલાને અંજામ આપ્યો હતો જેમાં કસાબ પણ સામેલ હતો. જોકે હવે સમુદ્રી માર્ગેથી સુરક્ષા વધારવામાં આવશે અને તેના માટે ફ્રાંસની મદદ લેવામાં આવશે.