newsdog Facebook

ડાલીમાં દલિત પરિવારને અપમાનિત કરીને માર મારતાં ફરિયાદ

Sardargurjari 2018-03-11 00:03:00
ડાલીમાં દલિત પરિવારને અપમાનિત કરીને માર મારતાં ફરિયાદ 11/03/2018 00:03 AM Send-Mail Tweet
બોરસદ તાલુકાના ડાલી ગામે ગત ૫મી તારીખના રોજ મોડી સાંજના સુમારે દલિત પરિવારને બે શખ્સોએ અપમાનિત કરીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાલી ગામે રહેતા નવીનભાઈ ત્રિકમભાઈ રોહિત, પત્ની ભાનુબેન, બનેવી કાન્તીભાઈ મકવાણા સાથે પુત્ર યોગેશ ઉર્ફે નરેશની પીયાગો રીક્ષામાં વડોદરાથી પરત ડાલી જતા હતા ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે પીયાગોમાં ડીઝલ ખલાસ થઈ જતાં દિનેશભાઈ મંગળભાઈ પરમારની દુકાને યોગેશ ડીઝલ લેવા માટે ગયો હતો જ્યાં દિનેશભાઈ અને વિનોદભાઈ ઉર્ફે ભુરીયો ચંદુભાઈ પરમારે અપમાનિત કરીને ગમે તેવી ગાળો બોલી યોગેશભાઈને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા જેથી ભાનુબેન અને નવીનભાઈ વચ્ચે પડતા ંતેમને પણ માર માર્યો હતો. જેથી કાન્તીભાઈએ વચ્ચે પડીને બન્નેને છોડાવ્યા હતા.