newsdog Facebook

ડિસેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડો થઈ શકે

Sambhaav News 2017-10-16 13:44:52

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ૬ ડિસેમ્બરે મળનારી નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં વ્યાજદરમાં ૦.રપ ટકા ઘટાડો કરી શકે છે. સપ્ટેમ્બરમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ૩.૩ ટકાના સ્તરે પહોંચી જતાં વ્યાજદરમાં ઘટાડાની શક્યતા બળવત્તર બની છે. વૈશ્વિક નાણાકીય સેવા પૂરી પાડતી સંસ્થા બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચના એક અહેવાલ મુજબ સપ્ટેમ્બરમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ૩.૩ ટકાના સ્તરે પહોંચી જતાં વ્યાજદરમાં ઘટાડાની શક્યતા વધી છે. આગામી ૬ ડિસેમ્બરે મળનારી બેઠકમાં નીતિગત દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરી શકે છે.

દરમિયાન ચાલુ મહિનામાં મળેલી આરબીઆઇની સમીક્ષા બેઠકમાં ફુગાવામાં થયેલા વધારાની નોંધ લેતાં નીતિગત વ્યાજના દર યથાવત્ જાળવી રાખ્યા હતા. બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચના અહેવાલ મુજબ પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાની સાથે-સાથે ડુંગળી અને ટામેટાંની કિંમતમાં ઘટાડો થતાં ઓક્ટોબરમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ મોંઘવારીનો દર ત્રણ ટકાના સ્તરે આવી જવાની શક્યતા છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં દેશનો આર્થિક વૃદ્ધિદર ઘટીને ૫.૭ના સ્તરે આવી ગયો છે, જે પાછલાં ત્રણ વર્ષના નીચલા સ્તરે આવી ગયો છે. દરમિયાન ઉદ્યોગ જગત પણ પાછલા કેટલાક સમયથી વ્યાજદરમાં ઘટાડો કરવાની માગ કરી રહ્યું છે.